મુંબઈમાં પેટ્રોલનો ભાવ રૂ.૯૦ને પાર, બે મહિનામાં રૂ.૬.૪૭ થયું મોંઘું

0
3

ન્યુ દિલ્હી,તા.૨૪
પેટ્રોલ અને ડીઝલની કિંમતો વધવાનો સિલસિલો જારી છે. આજે પેટ્રોલમાં ૧૧ પૈસાનો અને ડીઝલમાં પાંચથી છ પૈસાનો વધારો કરવામાં આવ્યો છે. તેના પગલે મુંબઇમાં પેટ્રોલનો ભાવ રૂ. ૯૦ની સપાટી વટાવીને પ્રતિલિટર રૂ. ૯૦.૦૮ પર પહોંચી ગયો છે, જ્યારે દિલ્હીમાં પેટ્રોલની કિંમત પ્રતિલિટર રૂ. ૮૨.૭૨ થઇ ગઇ છે.
કોલકાતામાં પેટ્રોલની કિંમત રૂ. ૮૪.૫૪ અને ચેન્નઇમાં રૂ. ૮૫.૯૯ પ્રતિલિટર પહોંચી ગઇ છે, જ્યારે દિલ્હીમાં ડીઝલની કિંમત પ્રતિલિટર રૂ. ૭૪.૦૨, મુંબઇમાં રૂ. ૭૮.૫૮, કોલકાતામાં રૂ. ૭૫.૮૭ અને ચેન્નઇમાં રૂ. ૭૮.૨૬ થઇ ગઇ છે.
વૈશ્વિક બજારમાં પણ ક્રૂડ ઓઇલમાં તેજીનો માહોલ જાવા મળ્યો છે. બ્રેન્ટ ક્રૂડમાં એક ટકાના ઉછાળા સાથે કિંમત પ્રતિ બેરલ ૭૯.૭ ડોલરની સપાટીએ પહોંચી ગઇ છે. આમ, ક્રૂડના ભાવ ૮૦ ડોલરની નજીક પહોંચી ગયા છે. રવિવારે ઓપેકની બેઠકમાં ક્રૂડનું ઉત્પાદન નહીં વધારવા સર્વાનુમતિ સધાતાં ભાવ વધ્યા છે.

+

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY