મુંબઈ,તા.૭
બોલીવુડ અભિનેતા રણવીર સિંહની ફિલ્મ ‘સિમ્બા’ બાક્સ આૅફિસ પર નાનસ્ટાપ કમાણી કરી રહી છે. એક્શન અને કામેડીથી ભરપુર રોહિત શેટ્ટીની આ મસાલા ફિલ્મે તાબડતોડ કમાણી કરી છે. ૨ અઠવાડિયામાં આ ફિલ્મે ભારતીય બજારમાં ૧૯૦.૬૪ કરોડની કમાણી કરી દીધી છે. બીજા વીકેન્ડમાં ફિલ્મની કમાણીનો ગ્રાફ વધતો ગયો. ‘સિમ્બા’એ શુક્રવારનાં રોજ ૯.૬ કરોડ, શનિવારનાં રોજ ૧૩.૩૨ કરોડ અને રવિવારનાં રોજ ૧૭.૮૪ કરોડની કમાણી કરી છે. ફિલ્મ અત્યાર સુધી ૧૯૦.૬૪ કરોડ રૂપિયાની કમાણી કરી ચુકી છે.
ફિલ્મ ‘સિમ્બા’ રોહિત શેટ્ટી અને રણવીર સિંહનાં કેરિયરની સૌથી ધમાકેદાર ફિલ્મ સાબિત થઈ રહી છે. ફિલ્મે પહેલા વીકમાં ૧૫૦.૮૧ કરોડ અને બીજા વીકેન્ડમાં ૩૯.૮૩ કરોડની કમાણી કરી હતી. ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શે ‘સિમ્બા’ની કમાણીનો આંકડો શેર કર્યો છે. રણવીર સિંહ અને સારા અલી ખાનની ફિલ્મ ‘સિમ્બા’ ૨૦૧૮ની સૌથી સક્સેસફુલ ફિલ્મ બની છે. ‘સિમ્બા’ ‘સંજૂ’ અને ‘પદ્માવત’ પછી ૨૦૧૮ની ત્રીજી સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની છે. ‘સંજૂ’ ફિલ્મનું લાઇફટાઇમ કલેક્શન ૩૪૨.૫૩ કરોડ અને ‘પદ્માવત’નું ૩૦૨.૧૫ કરોડ હતું.
‘સિમ્બા’ ૧૦૦ કરોડની ક્લબમાં એન્ટ્રી કરનારી રોહિત શેટ્ટીની આઠમી ફિલ્મ છે. તેમની ફિલ્મોને હિટની ગેરંટી તરીકે જાવામાં આવી રહી છે. તો સારા અલી ખાનની બીજી ફિલ્મ ‘સિમ્બા’એ તેના કેરિયરનો ગ્રાફ પણ ઊંચો કરી દીધો છે. આ પહેલા તેની ફિલ્મ ‘કેદારનાથ’એ ૬૫.૫૨ કરોડની કમાણી કરી હતી.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



