મુંબઈ,તા.૨૩
પિતા-પુત્ર એટલે કે સૈફ અને સારાની જાડી રૂપેરી પડદે જાવા મળી શકે છે. ઇમ્તિયાઝ અલી આ બન્નેને સાથે લાવવા માટે પ્રયાસ કરી રહ્યા છે. ઇમ્તિયાઝ એક લવ સ્ટોરી બનાવશે. ખાસ વાત એ છે કે, ફિલ્મમાં સારા અને તેનો ક્રશ કાર્તિક આર્યન લીડ રોલમાં હશે. સૈફ ફિલ્મમાં સારાના પિતાના રોલમાં જાવા મળશે.
આ ફિલ્મ વર્ષ ૨૦૦૯માં આવેલી ‘લવ આજકલ’ની સિક્વલ હશે. આનું નામ હજુ સુધી નક્કી થયું નથી. પરંતુ ઇમ્તિયાઝ અલીની સ્ટાઇલ પ્રમાણે તે એક લવ સ્ટોરી હશે અને તેમાં સુંદર લોકેસન પણ જાવા મળશે. ફિલ્મમાં જારદાર મ્યૂઝિક હશે અને કેટલાક ઇમોશનલ કરનારી ક્ષણો હશે. ‘લવ આજકલ’ની આ ફિલ્મમાં એક સરખામણી હશે કે, જૂની પેઢી અને નવી પેઢીને સંબંધોમાં કેવા પ્રકારની મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. ફિલ્મનું મ્યૂઝિક પ્રિતમ કમ્પોજ કરશે, જ્યારે લિરિક્સ ઇર્શાદ કામિલના હશે.
તમાશા, જબ હેરી મેટ સેજલ, સોચા ના થા, જબ વી મેટ જેવી ફિલ્મ્સ ડાયરેક્ટ કરનારા ઇમ્તિયાઝ અલી ટૂંક સમયમાં જ આ ફિલ્મ પર કામ શરૂ કરશે. હાલ તેઓ કાર્તિક અને સૈફ ફ્રી થાય તેની રાહ જાઇ રહ્યાં છે. જણાવી દઇએ કે કાર્તિક મુદસ્સર અજીજની ફિલ્મ ‘પતિ પત્ની ઔર વો’ની રિમેકમાં કામ કરી રહ્યો છે. જ્યારે સૈફ તાનાજી અને સેક્રેડ ગેમ્સ ૨નું શૂટિંગ કરી રહ્યો છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"


