શાહરુખ ખાનની ફિલ્મ ‘બોબ બિશ્વાસ’માં અભિષેક બચ્ચન લીડ રોલમાં જોવા મળશે

0
5

મુંબઇ,તા.૨૫
શાહરુખ ખાનની રેડ ચિલીઝ એન્ટરટેઈન્મેન્ટ કંપનીએ ડિરેક્ટર સુજોય ઘોષની કંપની બાઉન્ડ સ્ક્રિપ્ટ પ્રોડક્શન સાથે મળીને ‘બોબ બિશ્વાસ’ નામની ફિલ્મ બનાવવાની જાહેરાત કરી છે. આ ફિલ્મમાં અભિષેક બચ્ચન લીડ રોલમાં જોવા મળશે. આ પહેલાં શાહરુખ-સુજોયે ફિલ્મ ‘બદલા’ બનાવી હતી, જે બોક્સ ઓફિસ પર સફળ રહી હતી.
ડિરેક્ટર સુજોષ ઘોષ તથા એક્ટ્રેસ વિદ્યા બાલનની વર્ષ ૨૦૧૨મા આવેલી ફિલ્મ ‘કહાની’માં બોબ બિશ્વાસ એક પાત્ર હતું, જે પોતાના શાતિર ચહેરા અને કોન્ટ્રાક્ટ કિલર તરીકે ચાહકોમાં લોકપ્રિય થયો હતો. આ કેરેક્ટરને લઈ સોશિયલ મીડિયામાં અનેક પેજીસ બન્યા હતાં, વિવિધ મીમ્સ પણ બન્યા હતાં. આજ સુધી બોબ બિશ્વાસ ચાહકોના મનમાં છવાયેલો છે. ફિલ્મમાં બોબ બિશ્વાસ વાક્યની શરૂઆત ‘નોમોસ્કાર, એક મિનિટ’ એ રીતે કરતો હતો. આ પાત્ર બંગાળી એક્ટર સાસ્વતા ચેટર્જીએ પ્લે કર્યું હતું. હવે, બોબ બિશ્વાસના નામથી આખી ફિલ્મ જ બની રહી છે, જેમાં ચાહકોને તેની વિશિષ્ટ બાજુઓ જોવા મળશે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY