હરિયાણાના પૂર્વ સીએમ ભૂપેન્દ્રસિંહ હુડ્ડાના ઘર સહિત ૩૦ ઠેકાણે સીબીઆઇના દરોડા

0
3

ગેરકાયદે જમીન ફાળવણી મુદ્દે સીબીઆઇએ કાર્યવાહી કરી
રોહતક,તા.૨૫
હરિયાણાના પૂર્વ મુખ્ય મંત્રી ભૂપેન્દ્રસિંહ હુડ્ડાના ઘર સહિત ૩૦ સ્થળો પર સીબીઆઈએ દરોડા પાડ્યા છે. હરિયાણાના રોહતકના ડી-પાર્ક સ્થિત ભૂપેન્દ્રસિંહ હુડ્ડાના નિવાસ પર સીબીઆઈના દરોડા શરૂ છે. ભૂપેન્દ્રસિંહ હુડ્ડા અને સાંસદ દીપેન્દ્ર હુડ્ડા ઘરમાં જ ઉપસ્થિત છે. હુડ્ડા આજે જીંદમાં સભા સંબોધવાના હતા તેથી રોહતકમાં રોકાયા હતા. સીબીઆઈની ટીમે ૩૦થી વધુ સ્થળો પર દરોડા પાડ્યા છે. સીબીઆઈના વરિષ્ઠ અધિકારીએ આ સમાચારને સમર્થન આપ્યું છે.
દિલ્હી-એનસીઆરમાં આ દરોડા શરૂ છે. આ કેસ જમીન સાથે જાડાયેલા ગોટાળો હોવાની જાણકારી મળી રહી છે. સીબીઆઈના સુત્રોના જણાવ્યા મુજબ, વર્ષ ૨૦૦૪-૨૦૦૮ની વચ્ચે જમીન ગોટાળામાં જાડાયેલા અંગે પ્રાથમિક ફરિયાદ નોંધી હતી. આ ફરિયાદના આધારે હ્લૈંઇ નોંધાઈ છે. હરિયાણાના માનેસર સ્થિત રૂપિયા ૯૧૨ એકર જમીન ફાળવણી સાથે આ ગોટાળો જાડાયેલો છે.
હુડ્ડાને તાજેતરમાંજ પંજાબ અને હરિયાણા હાઈકોર્ટે રાહત આપી હતી. હુડ્ડાની વિરુદ્ધ ઢીંગરા કમિશને અહેવાલ સોંપ્યો હતો, જેમાં હુડ્ડા પર તેમના શાસનમાં જમીનના ઉપયોગના ગેરકાયદેસર લાયસન્સ આપવાનો આક્ષેપ હતો. હાઈકોર્ટે કમિશનના અહેવાલને ફગાવી દીધો હતો. ઉલ્લેખનીય છે કે હુડ્ડાએ ગુરૂગ્રામમાં જમીનને લગતા જે લાયસન્સ કથીત રીતે ઇશ્યુ કર્યા હતા તેના લાભાર્થીઓમાં કોગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી અને રોબર્ટ વાડ્રાનો પણ સમાવેશ હતો.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY