મુંબઈ,તા.૧૮
બોલિવૂડ સુપરસ્ટાર અક્ષય કુમાર હાલમાં એક ચેનલના કાર્યક્રમમાં પધાર્યો હતો. ત્યાં તેણે પોતાના વિશે ઘણી વાતો કરી હતી અને એ સિવાય ગૃહમંત્રી અમિત શાહ વિશે પણ બે શબ્દો કહ્યા હતા. જ્યારે અક્ષયને અમિત શાહ વિશે પુછવામાં આવ્યું તો એણે એક સલાહ આપી દીઘી હતી અને એનું કારણ પણ સામે રાખ્યું હતું. સોશિયલ મીડિયા પર કોઈ સલાહ તો કોઈ ટિપ્સ કહી રહ્યા છે.
કાર્યક્રમ બસ પુરો જ થવાનો હતો અને અક્ષયને પુછવામાં આવ્યું કે તમારા બાદ આ કાર્યક્રમમાં અમિત શાહ આવવાનાં છે. તો તમે એને કોઈ સવાલ પુછવા માંગો છો. તો લોકોએ તો બુમાબુમ કરી કે અક્ષય જ અમિત શાહનો ઈન્ટરવ્યૂ લે એવી અમારી ઈચ્છા છે.
અક્ષયે થોડીવાર વિચાર્યા બાદ જવાબ આપ્યો. તેણે કહ્યું કે ના મારે કોઈ પ્રશ્ન તો નથી પુછવો પરંતુ હું અમિત શાહજીને એક સલાહ આપવા જરૂર માંગીશ કે સાંજના ૬ઃ૩૦ વાગ્યા પછી ખાવાનું ન જમે. કારણ કે આપણા શાસ્ત્રમાં પણ સુર્યાસ્ત પછી ન ખાવાનું કહેવામાં આવ્યું છે. એમાં કોઈ બુરાઈ નથી અને ફિટ રહેવા માટે તે ફાયદાકારક પણ છે. એ સિવાય અક્ષયે અમિત શાહના વખાણ કર્યા હતા અને કહ્યું હતું કે તે દેશ માટે એક મહત્વપુર્ણ માણસ છે. એટલે પણ તેને તબિયતનું ધ્યાન રાખવું જોઈએ.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



