કેનાલ પર બે બાઈક સામસામે અથડાતા અકસ્માત : બેના મોત

0
9

પંચમહાલ,તા.૧૮
કાલોલ તાલુકાના ડેરોલ-સમા વચ્ચેથી પસાર થતી નર્મદા કેનાલમાંથી સમા તરફ જતી એક માઇનોર કેનાલ પર બે બાઇકસવાર પસાર થતા હતા ત્યારે બંને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં સુનિલ દેવસાણી નામના વ્યક્તિનું ઘટનાસ્થળે મૃત્યુ થયું હતું.
આ ઘટનાના થોડા સમય બાદ બાઈકચાલક વનરાજસિંહ મહેન્દ્રસિંહ રાઠોડનું પણ સારવાર દરમિયાન વડોદરા એસ.એસ.જીમાં મોત નીપજ્યું હતું. જ્યારે બીજા બાઇક પર સવાર દિયર અને ભાભી બંને ઇજાગ્રસ્ત થયા હતા. હાલ આ બંને ઈજાગ્રસ્તોને સારવાર અર્થે વડોદરા એસ એસ જી ખાતે મોકલવામાં આવ્યા છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY