કંગનાએ આવકના ખોટા આંકડા દર્શાવતા ફોર્બ્સ ઇન્ડિયાએ લીગલ નોટિસ ફટકારી

0
2

મુંબઇ,તા.૩૧
હાલમાં ફોર્બ્સે ટોપ ૧૦૦ સેલેબ્રિટીનું લિસ્ટ બહાર પાડયું છે. આ વખતેના લિસ્ટમાં મોટી ઉથલપાથલ થતી જોવા મળી રહી છે. પરંતુ આ બધાની વચ્ચે કંગનાએ કંઈક અલગ જ કારનામું કર્યું છે કે જેની ભારે ચર્ચા થઈ રહી છે. કંગના રનૌતે તેની આવકનાં ખોટા આંકડા રજૂ કરવા માટે ફોર્બ્સ ઈન્ડિયાને લીગલ નોટિસ મોકલી કાર્યવાહી શરૂ કરી દીધી છે. આ વાતનો પુરાવો ત્યાંથી મળ્યો કે તેની બહેન રંગોલી ચંદેલે નોટિસનો એક ફોટો શેર કર્યો અને માહિતી શરે કરી છે.
આ વખતે ફોર્બ્સ ઈન્ડિયાએ જે ટોપ-૧૦૦ સેલિબ્રિટીના નામ જાહેર કર્યા એમાં કંગના રનૌતનું ૭૦મું સ્થાન છે. તેની આવક ૧૭.૫ કરોડ રૂપિયા દર્શાવવામાં આવી છે. હવે આ રીતે કંગનાને ૭૦મું સ્થાન મળ્યું તો બહેન રંગોલી તો નારાજ થઈ ગઈ. તેણે ફોર્બ્સ ઉપર ખોટા આંકડા બતાવવાનો આરોપ લગાવી દીધો અને લીગલ નોટિસ મોકલી દીધી. તેનું કહેવું છે કે, ફોર્બ્સ દ્વારા રજૂ કરાયેલાં આંકડાઓ ખોટા છે.
સમગ્ર વાતને લઈ કંગનાએ ફોર્બ્સને લીગલ નોટિસ મોકલી છે. રંગોલીએ નોટિસનો ફોટો ટ્વિટ કરીને લખ્યુ કે, ફોર્બ્સ ઈન્ડિયા અમારી લીગલ ટીમે તમને નોટિસ મોકલી છે. જેનો અમને અત્યાર સુધી કોઈ જવાબ મળ્યો નથી. કૃપા કરીને તમારા સોર્સની જાણકારી આપો અને સ્પષ્ટતા કરો કે, તમને કંગનાની આવક અને નાણાકીય ડિટેલ ક્યા મુદ્દા પર દશાર્વી. અમને જલ્દીથી જવાબ આપો. બાકી પરિણામ ભોગવવા માટે તૈયાર રહો. કંગનાની આ ટ્વીટ હાલમાં સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થઈ રહી છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY