વિદ્યાર્થીઓ દ્વારા દેશભક્તિ ગીતો રજૂ કરાયા
સુરત, તા.૨૭
અંકલેશ્વર ખાતે શ્રી આદિનાથ સ્વામી એજ્યુકેશન એન્ડ વેલ્ફેર ટ્રસ્ટ સંચાલિત એસેન્ટ સ્કૂલમાં ૨૬મી જાન્યુઆરી પ્રજાસત્તાક દિનની ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવી. જેમાં અતિથિ વિશેષ તરીકે ગયા વર્ષે ધો.૧૦ની પરીક્ષામાં શાળામાં પ્રથમ આવેલ વિદ્યાર્થીની સરીતા વિનોદભાઈ સીંગના હસ્તે ધ્વજ ફરકાવવામાં આવ્યો. શાળાના ટ્રસ્ટી બીના કાગળવાલા તેમજ શાળાના આચાર્ય રમા મુખરજીએ આ પ્રસંગે પોતાનું પ્રવચન આપ્યું હતું. શાળાના વિદ્યાર્થીઓ દ્વારા દેશભક્તિ ગીત અને ડાન્સ પણ કરવામાં આવ્યો. શાળાની શિક્ષિકા તુલુ તિવારીએ પણ શાળાના વિદ્યાર્થીઓને પ્રજાસત્તાક દિનની જાણકારી આપી હતી. આ પ્રસંગે શાળાના વિદ્યાર્થીઅો તેમજ વાલીઅો ઉપસ્થિત રહી ઝંડાને સલામી આપી હતી.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




