મહિલા ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન ઝુલન ગોસ્વામીની બાયોપિકમાં અનુષ્કા શર્મા…??

0
22

મુંબઇ,તા.૧૨
ભારતીય મહિલા ક્રિકેટ ટીમની ઓલ રાઉન્ડર ક્રિકેટર તથા પૂર્વ કેપ્ટન ઝૂલન ગોસ્વામીની બાયોપિક બની રહી હોવાની ચર્ચા છે. આ ફિલ્મમાં અનુષ્કા શર્મા લીડ રોલ પ્લે કરશે તેમ માનવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે આ પહેલાં મહેન્દ્ર સિંહ ધોનીની ‘એમ એસ ધોનીઃ ધ અનટોલ્ડ સ્ટોરી’, અઝહરૂદ્દીનની બાયોપિક ‘અઝહર’ બની હતી. ભારતે પહેલી જ વાર ૧૯૮૩માં ક્રિકેટ વર્લ્ડકપ જીત્યો હતો અને આના પરથી કબીર ખાન ફિલ્મ ‘૮૩’ બનાવી છે. આ ફિલ્મમાં રણવીર સિંહ લીડ રોલમાં છે અને તે કપિલ દેવ બન્યો છે. આ ફિલ્મ ૧૦ એપ્રિલે રિલીઝ થવાની છે.
ઝૂલન ગોસ્વામી ‘ચકદાહ એક્સપ્રેસ’ તરીકે લોકપ્રિય છે. વર્ષ ૨૦૧૮માં ઝૂલને રિટાયરમેન્ટની જાહેરાત કરી હતી. એકસ્ટ્રા ટાઈમ વેબસાઈટમાં પ્રકાશિત થયેલા આર્ટિકલ પ્રમાણે આ બાયોપિકમાં અનુષ્કા શર્માને ફાઈનલ કરવામાં આવી છે. જોકે, આને લઈ કોઈ જ ઓફિશિયલ જાહેરાત કરવામાં આવી નથી.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY