ખેલાડી તરીકે માનસિક દબાણ હેઠળ રમવું વધુ મુશ્કેલ કાર્ય : સૌરવ ગાંગુલી

0
2

મુંબઇ,તા.૧૫
બી. સી. સી. આઈ. (બૉર્ડ ઑફ ક્ધટ્રોલ ફોર ક્રિકેટ ઈન ઈન્ડિયા)ના પ્રમુખ સૌરવ ગાંગુલીનું કહેવું છે કે ખેલાડી તરીકે રમવા કરતાં રમતનો વહીવટ કરવો વધુ સહેલું કામ છે, કારણ કે ક્રિકેટમાં બૅટિંગ કરવી એકમાત્ર મોકા તરીકે હોય છે.
અહીં એક સમારોહમાં ખેલાડી અને ક્રિકેટ બૉર્ડના પ્રમુખ વચ્ચે શું મુશ્કેલ કાર્ય છે એમ પૂછવામાં આવતા ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન ગાંગુલીએ કહ્યું હતું કે ખેલાડી તરીકે માનસિક દબાણ હેઠળ રમવું વધુ મુશ્કેલ છે કારણ કે બૅટિંગ કરવાનો તમને ફક્ત એક મોકો મળતો હોય છે, જ્યારે બી. સી. સી. આઈ.ના પ્રમુખ તરીકે હું જો કોઈ ભૂલ કરું તો મને તે સુધારવાનો સમય મળે છે.
પોતાની કારકિર્દીમાં કેટલાક શ્રેષ્ઠ ઝડપી ગોલંદાજોનો સામનો કરેલ મહાન બેટ્સમેન સુનીલ ગાવસકરના અભિપ્રાયમાં પણ રમતનો વહીવટ કરવો સહેલું છે.
ગાવસકરે ૨૦૧૪માં સુપ્રીમ કોર્ટ દ્વારા કરાયેલી નિમણૂકમાં ક્રિકેટ બૉર્ડના પ્રમુખનો હોદ્દો થોડા સમય માટે સંભાળ્યો હતો અને તેણે કહ્યું હતું કે તે કાર્ય સહેલું હતું.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY