મુંબઇ,તા.૧૫
કોણ નથી જાણતું કે, જોન અબ્રાહમને બાઈકનો કેટલો પ્રેમ છે. હાલમાં જ તેણે પાગલપંતીના કોસ્ટાર અરશદ વારસીને નવા વર્ષ પર ૧૨ લાખની બાઈક મ્સ્ઉ હ્લ૭૫૦ ય્જી ગિફ્ટ કરી છે. તમને જણાવી દઈએ કે, જોન અબ્રાહમ અને અરશદ વારસી બંને બાઈકના દિવાના છે. રિપોર્ટ અનુસાર, જોન અબ્રાહમે મ્સ્ઉ હ્લ૭૫૦ ય્જીનો ફોટો અરશદ વારસીને મોકલ્યો અને પુછયું કે આ બાઈક કેવી છે? જવાબ આપતા અરસદ વારસીએ બાઈકના ખુબ વખાણ કર્યા. વારસીએ પૂછયું કે શું તમે આ બાઈક કરીદવાના છો? તો જોન અબ્રાહમે કહ્યું કે, તે આ બાઈક અરશદ માટે ખરીદવા માંગે છે. તમને જણાવી દઈએ કે, વારસી પાસે પહેલાથી જ ડુકાટી અને ઈન્ડિયન સ્કાઉટ બાઈક છે.
અરશદ વારસીએ કહ્યું કે, તેમણે જોનને બાઈક ગિફ્ટ કરવાની ના પાડી, પરંતુ તે ન માન્યા અને તેમણે બાઈક તેની પાસે મોકલી દીધી. ત્યારબાદ અરશદ વારસીએ ટ્વીટર પર જોન અબ્રાહમને આ માટે ધન્યવાદ કહ્યું. પિક્ચરમાં અરશદ વારસી બાઈક સાથે પોઝ આપતા જોવા મળી રહ્યા છે. તેમાં બાઈક ઓસ્ટિન યલો મેટેલિક કલરની જોવા મળી રહી છે.
રિપોર્ટ અનુસાર, અરશદે કહ્યું કે, જોને મારી પત્ની મારિયાને પણ આ માટે મનાવી લીધી છે કે તે મને બાઈકની સવારી કરવા દે. અરશદ આગળ કહે છે કે, જ્યારે મે મારિયા સાથે લગ્ન કર્યા તો તેણે મને બાઈકની સવારી કરવાની બિલકુલ ના પાડી દીધી હતી.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"


