મુંબઇ,તા.૧૫
અમિતાભ બચ્ચને હાલમાં સોશિયલ મીડિયામાં એક પોસ્ટ લખી હતી. આ પોસ્ટમાં તેમણે પોતાની સ્વર્ગીય માતા તેજી બચ્ચનને યાદ કર્યાં હતાં. માતાને યાદ કરવાનું કારણ પણ તેમણે પોસ્ટમાં કહ્યું હતું. બિગ બીએ કહ્યું હતું, ડાબી આંખ ફરકવા લાગી હતી. નાનપણમાં સાંભળ્યું હતું કે આ અશુભ છે. આથી જ ડોક્ટરને બતાવવા ગયો હતો અને ડોક્ટરે કહ્યું કે આંખની અંદર કાળો ડાઘ છે. ડોક્ટરે કંઈ જ કહ્યું નહીં. ઉંમરને કારણે આંખનો જે સફેદ હિસ્સો છે, તે ઘસાઈ જાય છે. જે રીતે નાનપણમાં માતા પોતાના પાલવનો છેડો ફૂંક મારીને ગરમ કરીને આંખમાં લગાવતી હતી, તેમ કરો બધું ઠીક થઈ જશે.
બિગ બીએ આગળ કહ્યું હતું, માતા તો હવે નથી, વીજળીથી રૂમાલ ગરમ કરીને લગાવ્યો પણ વાત કંઈ જામી નહીં. માતાના પાલવની વાત જ અલગ છે.
સોશિયલ મીડિયા યુઝર્સ અમિતાભ બચ્ચનની આ પોસ્ટથી ઘણાં જ પ્રભાવિત થયા હતાં. એક યુઝરે કહ્યું હતું, મા ભગવાન સમાન છે. મા ઘર છે અને જો તે ઘરમાં ના હોય તો ઘર જેવું લાગતું નથી. હું આ વાત ક્યારેય મારી માતાને કહી શક્યો નહીં.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"


