ભાવનગર,તા.૨૪
ઘાંઘળીમાં મોડી રાત્રે કેટલાક શખ્સોએ ઘરમાં ઘુસીને સોનાં-ચાંદીના દાગીનાની લૂંટ ચલાવી હતી. અસામાજીક તત્વોએ દંપતિ પર ઘાતક હથિયાર વડે હુમલો કર્યો. આ શખ્સોએ પત્નીને બાંધીને લૂંટની ઘટનાને અંજામ આપ્યો હતો. જે બાદ ફરાર થઈ ગયા હતા. સમગ્ર ઘટનાને લઈને આસપાસના વિસ્તારમાં સનસનાટી વ્યાપી ગઈ છે. હાલ તો પોલીસે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યાં છે.
ઘટનાની વિગત અનુસાર સિંહોરના ઘાંઘળી ગામની સિમમાં રહેતા સંજયભાઈ વિજલભાઈ પરમાર મોડી રાત્રે તેના ઘરે સુતા હતાં. તે સમયે રાત્રે ૧ વાગ્યા આસપાસ પાંચેક જેટલા ઈસમો ઘરમાં ઘુસી આવ્યા હતા. આ શખ્સોએ ધારીયા, કુહાડી, છરી સહિતના ઘાતક હથિયાર વડે દંપત્તિ પર હુમલો કર્યો હતો અને સોના ચાંદીના દાગીનાની લૂંટ ચલાવી હતી. અસામાજીક તત્વોએ પહેલા પત્ની રાધાબેનને દોરડાથી બાંધી દીધા હતા અને મોઢા પર ડુંચો ભરાવી દીધો હતો. આ ઘટનામાં સંજયભાઈ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. ઘટનાની જાણ આસપાસના લોકોને થતાં લોકોએ સંજયભાઈ અને તેની પત્નીને હોસ્પિટલ ખસેડ્યા હતા. જેમાં સંજયભાઈનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. હાલ પોલીસ સમગ્ર મામલે તપાસ કરી રહી છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




