સરકારની મનાઈ છતાં કેટલીક જગ્યાએ એસિડ આસાનાથી મળે છે : દીપિકા પાદુકોણે

0
23

મુંબઈ,તા.૧૬
એસિડ હુમલાની શિકાર બનેલી લક્ષ્મી અગ્રવાના સંઘર્ષ પર દીપિકાએ છપાક ફિલ્મ બનાવી. જો કે બોક્સ ઓફિસ પર કંઈ ખાસ ઉકાળી નથી શકી. પરંતુ હાલમાં દીપિકાએ રિયલ લાઈફમાં જે પ્રયોગ કર્યો એ લોકોને અંદરથી હચમચાવી નાખે એવો છે. કારણ કે આ પ્રયોગ કર્યો એમાં સમાજની એક મોટી વાસ્તવિકતાના દર્શન થયા. દીપિકાએ આ બધું એટલા માટે કર્યું કે સરકારની મનાઈ છતાં હજુ કેટલી જગ્યાએ એસિડ આસાનાથી મળી રહે છે. અને એ એક્સપેરિમેન્ટમા પરિણામ ખુબ જ ભયાનક આવ્યાં.
દીપિકાએ એક વીડિયો અપલોડ કર્યો છે. આ વીડિયોના શરૂઆતમાં દીપિકા કહે છે કે, જો કોઈ તમને પ્રપોઝ કરે અને તમે ના પાડો તો અવાજ ઉઠાવો. ત્યારે પણ તમારો અવાજ ઉઠાવો કે જ્યારે કોઈ તમારી સાથે અવળચંડાઈ કરે. જો તમે તમારા હક માટે લડતાં હોય અને તમારા મોઢા પર કોઈ એસિડ ફેંકે તો? જો એ વેંચાય જ નહીં તો પછી કોઈ પર ફેંકાય પણ નહીં. ત્યારબાદ દીપિકાએ જે પ્રયોગ કર્યો એ જણાવ્યો છે.
ત્યારબાદ દીપિકા જણાવે છે કે, તેની ટીમ એક દિવસમાં ૨૪ બોટલ એસિડ ખરીદવામાં સફળ રહી. જ્યારે ઉચ્ચતમ ન્યાયાલયમાંથી એસિડ વેંચવાની મનાઈ છે, તેમ છતાં એક દિવસમાં ૨૪ બોટલ એટલે એ નાની વાત ન ગણી શકાય. ત્યારબાદ કેટલીક એસિડ પીડિતાઓ જણાવે છે કે, એસિડ ખરીદવા માટે ૧૮ વર્ષની ઉપરની વ્યક્તિ હોવી જોઈએ. એક આઈડી પ્રુફ, એડ્રેસ પ્રુફ પણ બતાવવું પડે છે. સાથે જ જે દુકાનદાર એસિડ વેચે છે એની પાસે પણ કાયદેસર લાઇસન્સ હોવું જરૂરી છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY