મુંબઈ,તા.૧૬
દીપિકા પાદુકોણની ફિલ્મ ‘છપાક’ ૧૦ જાન્યુઆરીએ રિલીઝ થઈ છે. આ જ દિવસે અજય દેવગનની ફિલ્મ ‘તાનાજીઃ ધ અનસંગ વોરિયર’ પણ રિલીઝ થઈ છે. દીપિકાની ‘છપાક’ને લઈ સોશિયલ મીડિયામાં ઘણો જ વિરોધ થયો હતો. ફિલ્મ રિલીઝ થાય તે પહેલાં દીપિકા પાદુકોણે જવાહરલાલ નેહરુ યુનિવર્સિટીની મુલાકાત લીધી હતી અને અહીંયા તે વિદ્યાર્થી સંઘ અધ્યક્ષા આઈશી ઘોષને મળી હતી. માત્ર ૧૦ મિનિટની આ મુલાકાતનો સોશિયલ મીડિયા યુઝર્સે ઘણો જ વિરોધ કર્યો હતો. દીપિકા આ મુલાકાત દરમિયાન એક શબ્દ પણ બોલી નહોતી પરંતુ સોશિયલ મીડિયામાં ‘છપાક’ને બોયકોટ કરવાના મેસેજ ફરતા થયાં હતાં. ૪૦ કરોડના બજેટમાં બનેલી આ ફિલ્મે અત્યાર સુધી (છ દિવસમાં) ૨૬.૫૩ કરોડની કમાણી કરી છે. ફિલ્મે પહેલાં વીકેન્ડમાં ૧૯.૦૨ કરોડની કમાણી કરી હતી.
દીપિકાની ફિલ્મે છ દિવસમાં ૨૬.૫૩ કરોડની કમાણી કરી છે. સોશિયલ મીડિયામાં એવી બૂમરાણ મચાવવામાં આવી છે કે દીપિકાની જેએનયુ. ન જોકે, છ દિવસના આંકડા પરથી તો એમ કહી શકાય કે ફિલ્મે ૭૫ ટકાથી વધુ બજેટ વસૂલ કર્યું છે અને હવે જો ફિલ્મ વધુ ૧૪ કરોડની કમાણી કરે તો પૂરું બજેટ કાઢી લશે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"


