ન્યુ દિલ્હી,તા.૧૮
દેશની સૌથી મોટી ડિસક્રીત સેન્ટ્રલ કો-ઓપરેટિવ બેન્કનું મેનેજમેન્ટ ભાજપ, કાંગ્રેસ, અને શિવસેનાના નેતાઓના હાથમાં છે. ત્યારે અંગ્રેજી અખબારના રિપોર્ટમાં દાવો કરાયો છે કે આરટીઆઈથી મળેલી માહિતી પ્રમાણે આ કાઓપરેટવિ બેન્કોમાં નોટબંધી દરમ્યાન મોટાપાયા પર ૫૦૦ અને ૧૦૦૦ રૂપિયાની નોટ બદલાઇ.
રિપોર્ટના મતે નેશનલ બેન્ક ઓફ એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ (નાબાર્ડ)માંથી આરટીઆઈની અંતર્ગત મળેલી માહિતી પ્રમાણે નોટબંધી દરમ્યાન દેશમાં ૩૭૦ ડિસક્રીત સેન્ટ્રલને કોઓપરેટિવ બેન્કોમાં નોટ બદલાઇ. આ બેન્કોમાં ૨૨૨૭૦ કરોડ રૂપિયાની કિંમતની ૫૦૦ અને ૧૦૦૦ની નોટ બદલાઇ. તેમાંથી ૧૮.૮૨ ટકા (૪૧૯૧.૩૯ કરોડ) રૂપિયા માત્ર ૧૦ મોટી બેન્કોમાં બદલાયા. પ્રાપ્ત માહિતી અનુસાર આ ૧૦ મોટી બેન્કોમાંથી ૪ બેન્ક ગુજરાતમાં આવેલી છે. જ્યારે ૪ મહારાષ્ટ્રમા, ૧ બેન્ક હિમાચલ પ્રદેશ અને એક કર્ણાટકમાં આવેલી છે.
આરટીઆઈમાં મળેલી માહિતી પ્રમાણે અમદાવાદ ડિસક્રીત કોઓપરેટિવ બેન્ક અને બીજી રાજકોટની કો ઓપરેટવિ બેન્કમાં બદલાઇ છે. આ બેન્કના ડાયરેકટરોના પદ પર ભાજપના ટોચના નેતા સામેલ છે.
ત્રીજી કોઓપરેટિવ બેન્ક જેમાં સૌથી વધુ નોટ બદલાઇ તે પૂણેમાં આવેલ છે. આ બેન્કનું નામ પૂણે ડિસક્રીત કો ઓપરેટિવ બેન્ક છે. અહીં કુલ ૫૫૧.૬૨ કરોડ રૂપિયાની નોટ બદલાઇ. આ બેન્કના અધ્યક્ષ એનસીપીના પૂર્વ ધારાસભ્ય રમેશ થોરાટ છે. કાંગ્રેસની નેતા અર્ચના ગારે આ બેન્કના ઉપાધ્યક્ષ છે. આ બેન્કમાં એનસીપી પ્રમુખ શરદ પવારના ભત્રીજા અજીત પવાર પણ ડાયરેકટર છે.
આરટીઆઈમાં મળેલી માહિતી અનુસાર નાબાર્ડ એ આ તમામ ૩૭૦ ડિસક્રીત સેન્ટ્રલ કો ઓપરેટિવ બેન્કોમાં નોટ બદલનાર ૩૧૧૫૯૬૪ લોકોના કાગળની તપાસ કરી છે. સાથો સાથ એ પણ માહિતી મળી હતી કે બીજા રાજ્યોમાં આ પ્રકારના સેન્ટ્રલ કો ઓપરેટિવ બેન્કોનું નિયંત્રણ સ્થાનિક પાર્ટીઓ ખાસ રીતે સત્તામાં હાજર પાર્ટીઓના નેતાઓના હાથમાં છે
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




