મુંબઇ,તા.૧૭
આજે સપ્તાહના અંતિમ ટ્રેડિંગ દિવસે ભારતીય શેર બજાર સામાન્ય વધારા સાથે સેટલ થયા છે. બીએસઈ બેંચમાર્ક ઇન્ડેક્સ સેન્સેકસ માત્ર ૧૨ પોઈન્ટ અથવા ૦.૦૩ ટકા વધી ૪૧,૯૪૫ નજીક અને નિફ્ટી ૫૦ આંક ૦.૦૨ ટકાના સામાન્ય ઘટાડા સાથે ૧૨,૩૫૨ નજીક બંધ આવ્યા છે.
આજે લગભગ ૧૩૧૨ શરોમાં તેજી જ્યારે ૧૧૯૨ શેરોમાં નરમાઈ જોવા મળી હતી. જ્યારે લગભગ ૧૭૦ શેરોમાં કોઈ ફેરફાર જોવા મળ્યો નહોતો. બેંક નિફ્ટીની વાત કરીએ તો ઈન્ડેક્સમાં આજે ૨૬૩ અંકોનો ઘટાડો જોવા મળ્યો અને અંતિમ સેશનમાં ઇન્ડેક્સ ૩૧,૫૯૦ નજીક સેટલ થયો. ઉપરાંત મિડકેપ અને સ્મોલકેપની વાત કરીએ તો બીએસઈ પર મિડકેપ ઇન્ડેક્સમાં આજે ૦.૫૪ ટકા જ્યારે સ્મોલકેપ ઈન્ડેક્સમાં ૦.૪૨ ટકાનો વધારો નોંધાયો છે.
આ સિવાય અન્ય સેક્ટરમાં આજે બીએસઈ પર ઓટો ઇન્ડેક્સ ૦.૩૬ ટકા, આઇટી ઇન્ડેક્સ ૦.૦૩ ટકા, એફએમસીજી ઇન્ડેક્સ ૦.૧૦ ટકા અને હેલ્થકેર ઇન્ડેક્સ ૧.૨૬ ટકાના વધારા સાથે સેટલ થયા છે. રૂપિયાની વાત કરીએ તો આજે રૂપિયા ગઈકાલના બંધ ૭૦.૯૩ સામે આજે ૭૦.૯૯ પર ખુલ્યો હતો.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



