મુંબઇ,તા.૧૯
બોલિવુડ કિંગ એટલે કે શાહરુખ ખાન પાસે હાલ કોઇ ફિલ્મ ન હતી, તેના ચાહકો રાહ જોઇ રહ્યાં છે કે ક્યારે તેની ફિલ્મ આવશે. શાહરુખની છેલ્લી ફિલ્મ ૨૦૧૮માં ઝીરો આવી હતી. હવે ખબર આવી છે કે શાહરુખ ખાનને કરીના કપૂર સાથે આવનારી ફિલ્મમાં જોવા મળશે.
રિપોર્ટ અનુસાર, રાજકુમાર હિરાનીની ફિલ્મમાં શાહરુખ કરીનાની જોડી જોવા મળશે. આ ખબર આવ્યા બાદ શાહરુખના ફેન્સ ખુબ જ ખુશ છે. ઉલ્લેખનીય છે કે, ફિલ્મ રા.વનમાં શાહરુખ અને કરીના કપૂર ખાનની જોડી જોવા મળી હતી. જો કે રા.વન ઉપરાંત અશોકા, કભી ખુશી કભી ગમ અને લક બાઇ ચાન્સ સહિત અન્ય ફિલ્મમાં જોવા મળ્યા હતાં.
શાહરુખ ખાન અને ભારત ફેન ડાયરેક્ટર અવી અબ્બાસ ઝફરની ફિલ્મમાં પણ જોવા મળશે. સુત્રો દ્વારા જાણવા મળ્યું કે, ફિલ્મને લઇ બંનેમાં વાત ચાલી રહી છે. તાજેતરમાં અલી અબ્બાસ જફરના ૩૮માં જન્મદિવસના મોકા પર આયોજીત આલીશાન પાર્ટીમાં કિંગ શાહરુખ ખાન ખાસ મહેમાન બન્યાં હતા.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"


