મુંબઇ,તા.૧૯
૪૦ વર્ષીય ટીવી એક્ટ્રેસ કામ્યા પંજાબી બોયફ્રેન્ડ શલભ ડાંગ સાથે ૧૦ ફેબ્રુઆરીએ લગ્ન કરવાની છે. કામ્યાએ સોશિયલ મીડિયામાં પોતાની કંકોત્રી શૅર કરી હતી. ઉલ્લેખનીય છે કે શલભ ડાંગ હેલ્થકેર ઈન્ડસ્ટ્રીઝ સાથે જોડાયેલો છે.
નોંધનીય છે કે હાલમાં કામ્યાએ ઈન્સ્ટાગ્રામમાં શલભ સાથેની તસવીર શૅર કરીને કહ્યું હતું, ગયા વર્ષે આ જ દિવસે પહેલી જ વાર તારી સાથે વાત કરી હતી અને આજે તારી સાથે લગ્નની તૈયારી કરું છું. ગયા વર્ષે આ દિવસે હું વિખરાયેલી હતી, એકલી હતી. તે મને સાથ આપ્યો અને મને આજે હું છું, તેવી બનાવી. હું ઘણી જ નસીબદાર છું કે મારા જીવનમાં તારા જેવી વ્યક્તિ છે, જે મારા ચહેરા પર હાસ્ય લાવે છે. તું મારું જીવન છે, મારા સાર કર્મનું પરિણામ તું છે. ગણપતિએ આપેલી બેસ્ટ ગિફ્ટ છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"


