એસટી બસના ટાયરમાં એકિટવા ચાલક યુવતીનો પગ કચડાયો

0
4

વડોદરા,તા.૯
મકરપુરા પાસે યુવતીએ ટર્ન લેતા એકિટવા પાળી સાથે અથડાઈ હતી. જેથી મહિલા નીચે પટકાતા એસ.ટી બસનું પાછલું ટાયર પગ ઉપર ફરી વળતા ગંભીર ઈજાઓ થઈ હતી. હાલ યુવતી સયાજી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.
મળતી માહિતી પ્રમાણે તરસાલીમાં રહેતી ૧૮ વર્ષીય મોનિકા કૌર વડોદરા ડેરી તરફ જવા માટે સુસેન સર્કલથી ટર્ન લીધો હતો. આ દરમિયાન પાછળથી આવી રહેલી એસટી બસથી તે ગભરાઈ હતી. યુવતીની એકિટવા સર્કલની પાળી સાથે અથડાતા તે નીચે પટકાઈ હતી. ત્યારે એસટી બસનું પાછલું ટાયર યુવતીના પગ ઉપરથી ફરી વળતા ગંભીર થઈ હતી.
અકસ્માતમાં યુવતીના ડાબા પગનો કચ્ચરઘાણ બોલાઇ ગયો હતો. સુસેન સર્કલ પર ભારે ભીડ એકઠી થઇ હતી. અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલી યુવતીને તાત્કાલીક સારવાર માટે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જાકે હાલ મહિલાની સ્થિતી ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY