સેન્સેક્સમાં ૧૫૦ અંકનો કડાકોઃ નિફ્ટી ૧૦૯૦૦ના સ્તરથી નીચે ગગડી

0
12

મુંબઇ,તા.૧૧
અઠવાડિયાની શરૂઆતમાં આજે બજારમાં વેચવાલીનો માહોલ રહ્યો. આજના કારોબારમાં નિફ્ટી ૦.૫ ટકાની કમજારી સાથે ૧૦૯૦૦ના સ્તર પર ગગડ્યો હતો. સેન્સેક્સમાં આજે ૧૫૦ પોઈન્ટનો કડાકો આવ્યો છે. બેન્ક નિફ્ટીમાં આજે કડાકો જાવા મળ્યો અને ૬૬ પોઈન્ટ તૂટ્યો.
મિડકેપ શેરોમાં કોઈ સુધાર આવ્યો નથી. મિડકેપ ઈન્ડેક્સમાં કડાકો આજે પણ રહ્યો હતો. ૨૫૦ પોઈન્ટની કમજારી સાથે જાવા મળ્યો હતો. તો બીએસઈના સ્મોલકેપ ઈન્ડેક્સમાં ૧.૫ ટકા તૂટીને ૧૩૪૫૦.૪૭ના સ્તર પર બંધ થયો છે.
એનબીએફસીના શેરોમાં આજે જારદાર ધોવાણ થયુ. રૈપ્કો ગોમ ફાઈનાન્સમાં જ્યાં ૪.૫ ટકાનો ઘટાડો થયો. ઈન્ડીયાબુલ્સ હાઉસિંગ ફાઈનાન્સમાં ૧.૭૫ ટકાનો કડાકો જાવા મળ્યો. આજે ટાટા સ્ટીલ, ટાટા મોટર્સ, સિપ્લા અને આઈઓસીમાં સૌથી વધુ તેજી જાવા મળી.
કારોબારના અંતમાં બીએસઈના ૩૦ શેરોમાં પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સમાં ૧૫૧.૪૫ પોઈન્ટ એટલેકે ૦.૪૧ ટકાનો ઘટાડા સાથે ૩૬૩૯૫ના સ્તર પર બંધ થયો. તો એનએસઈનો ૫૦ શેરોવાળો પ્રમુખ ઈન્ડેક્સ નિફ્ટી ૫૪.૮૦ પોઈન્ટ એટલેકે ૦.૫૦ ટકાના ઘટાડા સાથે ૧૦૮૮૮.૮૦ના સ્તર પર બંધ થયો હતો.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY