હૈદરાબાદમાં ૬૨ વર્ષીય પતિએ ૨૯ વર્ષીય પત્નીને વ્હોટસએપ પર તલાક આપ્યા

0
101

હૈદરાબાદ,તા.૧૯
હૈદરાબાદમાં એક ત્રણ તલાકનો મામલો સામે આવ્યો છે. ૨૯ વર્ષીય હુમાને તેના ૬૨ વર્ષીય પતિએ વ્હોટસએપ પર તલાક આપ્યો છે. હુમાના પતિ ઓમાનના નાગરિક છે.
હુમાએ કહ્યું હતું કે વર્ષ ૨૦૧૭ મેં મહિનામાં તેમના લગ્ન ઓમાનના એક નાગરિકથી થઇ હતી. હુમા એક વર્ષ માટે ઓમાનમાં રહી હતી. આઠ મહિના બાદ હુમાએ એક દીકરીને જન્મ આપ્યો હતો પરંતુ ખરાબ સ્વાસ્થને લીધે તેનું મૃત્યુ થયું હતું. ૩ મહિના બાદ તેણે પોતાની દીકરીને ખોઈ દીધી હતી.
ત્યારબાદ ૩૦ જુલાઈ, ૨૦૧૮ના રોજ તેને પોતાની મમ્મીના ઘરે પાછી મોકલી દેવામાં આવી હતી. જયારે હુમા હૈદરાબાદ આવી ત્યારે ૧૨ ઓગસ્ટના રોજ તેના પતિએ તેને વ્હોટસએપમાં મેસેજ કરીને તલાક આપ્યો હતો. ત્યારબાદ હુમાના પતિએ કોઈ પણ પ્રકારના ફોન કે મેસેજ નહતા કર્યા.
તમને જણાવી દઈએ કે ૫ જજાની બેન્ચે આ મુદ્દે સુનવણી કરી હતી. કોર્ટે આ સુનવણી ૬ દિવસ સુધી ચાલી હતી. કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવેલા હલફનામાનામાં સ્પષ્ટ કર્યું હતું કે તેઓ ત્રણ તલાકની પ્રથાને યોગ્ય નથી માનતા અને તેને ચાલુ રાખવાનાં પક્ષમાં નથી. સુનવણી દરમ્યાન એટોર્ની જનરલ મુકુલ રોહતગીએ ત્રણ તલાકને દુખદાયી પ્રથા જણાવતા કોર્ટને અપીલ કરી કે તેઓ આ મુદ્દે મૌલિક અધિકારોનાં અભિભાવન સ્વરૂપે પગલું ઉઠાવશે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY