મુંબઈ,તા.૨૭
ભારતીય વાયુસેનાએ એર સ્ટ્રાઇક કરી પાકિસ્તાની આતંકી કેમ્પ નષ્ટ કર્યા છે. જે બાદ તમામ દેશવાસીઓ વાયુસેનાને સલામ કરી રહ્યાં છે. જેમાં ઘણા બોલિવૂડ સ્ટાર્સે પણ ટ્વિટ્સ કરી ભારતીય વાયુસેનાને અભિનંદન પાઠવ્યા હતા. અમિતાભ બચ્ચને પણ આ અંગે એક ટ્વિટ કરી છે, જે જાઇને સમજી શકાય છે કે આ સમયે તેઓ કેટલા ભાવુક છે.
અમિતાભ બચ્ચને તેમની ટ્વિટમાં એક શબ્દ પણ લખ્યો નથી. પરંતુ તેમણે તિરંગાની તસવીર મૂકી છે. તે પણ એક નહીં ૧૧૮ તિરંગા. અમિતાભ બચ્ચને એક સાથે ૧૧૮ તિરંગા સાથે ભારતીય સેનાનું સન્માન કર્યું છે. આ તિરંગાઓ સાથે બિગ બીએ તેમની તસવીર શેર કરી છે. આ તસવીરમાં તેઓ પોતાના દિલ પર હાથ મૂકેલો જાવા મળ્યા.
બિગ બીની આ ટ્વિટ પર તેમના ફેન્સ પણ પોત પોતાની રીતે ભાવનાઓ જાહેર કરી રહ્યાં છે. એક યુઝરે લખ્યું, બચ્ચન સાહેબ આજનો દિવસ ક્યારેય ભૂલતા નહીં. જોકે, ઇન્ડિયન એરફોર્સે પોતાનું કામ કરી દીધું છે. બસ નેવી બોલી રહી છે- અપના ટાઇમ કબ આએગા.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



