ચૂંટણીમાં કોંગ્રેસના પ્રધાનો પાસે કોઇ વિઝન ન હોવાથી હાર થઇ

0
8

બેંગ્લુરુ,તા.૪
કર્ણાટકમાં કોંગ્રેસ અને જેડીએસ સરકારમાં એક સાંધે ત્યાં તેર તૂટે જેવો ઘાટ સર્જાયો છે. સરકારમાં અસંતોષની આગના કારણે વારંવાર જ્વાળાઓ ઉઠી રહી છે. ત્યારે કર્ણાટક કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પૂર્વ ગૃહપ્રધાન રામાલિંગા રેડ્ડીએ હવે પોતાનો અસંતોષ વ્યક્ત કર્યો છે. રેડ્ડીએ પાર્ટી હાઇકમાન્ડને ખુલ્લો પત્ર લખીને પોતાની હૈયાવરાળ ઠાલવી છે.
રેડ્ડીએ લખ્યું છે કે ચૂંટણીમાં પાર્ટીના વરિષ્ઠ નેતા અને પાર્ટી નેતૃત્વ વચ્ચે કોઇ સમન્વય ન હતો. જેના કારણે રાજ્યમાં પાર્ટીની મોટી હારનો સામનો કરવો પડ્યો. રેડ્ડીએ કર્ણાટક કોંગ્રેસના નેતૃત્વ સામે પણ સવાલ ઉઠાવ્યા અને ચૂંટણીમાં કોંગ્રેસના પ્રધાનો પાસે કોઇ વિઝન જ ન હતું.
પાર્ટી આગેવાનો અને સુપરવાઇઝર રાજ્યમાં પાર્ટીના આંતરકી કંકાસમાં જ પડ્યા રહ્યા. આ ઉપરાંત સહયોગી જેડીએસ સાથે પણ પાર્ટીનું કોઇ કોમ્યુનિકેશન ન હતુ. તો બીજી તરફ રામાલિંગા રેડ્ડીનાટિવટ બાદ કોંગ્રેસનો આંતરિક જૂથવાદ ખુલ્લીને સામે આવ્યો છે. રામાલિંગા રેડ્ડીના સમર્થકો બેંગાલુરૂ ખાતેના કોંગ્રેસ કાર્યાલયે પહોંચી ગયા હતા અને રેડ્ડીને પ્રધાન પદ આપવા માટે નારેબાજી કરી હતી.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY