મુંબઈ,તા.૨૭
હૈદરાબાદની સાઈદરાબાદ પોલીસે શાહરુખ ખાન, અનિલ કપૂર અને ક્રિકેટર યુવરાજ સિંહ સહિત ૫૦૦ લોકો વિરુદ્ધ નોટિસ જાહેર કરી છે. તેમના પર આરોપ છે કે તેઓ ભારતમાં ગેરકાયદેસર જાહેર થયેલી ક્યુનેટ કંપની સાથે જોડાયેલા છે અને તેમનું પ્રમોશન કરે છે. સાઈદરાબાદની ઇકોનોમિક ઓફેન્સ વિંગના કમિશ્નરે જણાવ્યું કે, અભિનેત્રી પૂજા હેગડે અને અલ્લૂ સિરીશ વિરુદ્ધ પણ નોટિસ જાહેર કરવામાં આવી છે. એક્ટર્સ સિવાય કંપનીના ડાયરેક્ટર, શેરહોલ્ડર્સ અને સીઈઓને નોટિસ મોકલાઈ છે.
નોટિસમાં એક્ટર્સે એક અઠવાડિયાની અંદર સાઈદરાબાદ પોલીસ સામે હાજર થવાના આદેશ આપવામાં આવ્યા છે. આ દરમિયાન તેમણે ખુલાસો કરવો પડશે કે તેઓ કેમ પ્રમોશન કરે છે અને તેમની સાથે શા માટે જાડાયેલા છે? જા તેઓ નક્કી કરેલા સમયમાં હાજર નહીં થાય તો પોલીસ તેમના વિરુદ્ધ એક્શન લેશે. પોલીસે કયુનેટ કંપની અને વિહાન ડાયરેક્ટ સેલિંગ કંપની વિરુદ્ધ છેતરપિંડીના કેટલાયે કિસ્સાઓની નોંધ કરી છે અને ચીટિંગ મામલે કેટલાયે લોકોની ધરપકડ કરી છે.
કયુનેટ હોંગકોંગની એક માર્કેટિંગ કંપની છે. કંપનીએ દાવો કર્યો હતો કે, તે વિહાન સેલિંગ ફ્રેન્ચાઈઝ હેઠળ ભારતમાં કાયદેસર રીતે કામ કરી રહી છે, પણ જાન્યુઆરીમાં સાઈદરાબાદ પોલીસે ૫૮ લોકોની ધરપકડ કરી હતી. આ તમામ પર આરોપ હતા કે તેઓ ગેરકાયદેસર રીતે ચાલતી આ કંપની માટે લોકોને છેતરે છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



