મુંબઈ,તા.૨
હોનહાર અભિનેતા સિદ્ધાર્થ મલ્હોત્રાને મિલાપ ઝવેરીની આગામી ફિલ્મ મરજાવનના સેટ પર એક્શન દ્રશ્ય કરવા જતાં હાથમાં ભારે ઇજા થઇ હોવાનું જાણવા મળ્યું હતું.
અત્યાર અગાઉ એણે કરણ જાહરની ફિલ્મ બ્રધર્સ (૨૦૧૫)માં અક્ષય કુમાર સાથે એક્શન દ્રશ્યો કર્યાં હતાં. પરંતુ મરજાવનનાં એક્શન દ્રશ્યો વધુ જાખમી હોવાનું કહેવાય છે અને એના સેટ પર એક્શન દ્રશ્ય કરવા જતાં સિદ્ધાર્થના હાથમાં સારી એવી ઇજા થઇ હતી. આ ફિલ્મમાં એની સાથે રિતેશ દેશમુખ અને તારા સૂતરિયા પણ ચમકી રહ્યાં છે.
આ દ્રશ્યમાં સિદ્ધાર્થ આગ સાથે શોટ આપી રહ્યો હતો. એક યુનિટ મેમ્બરે કહ્યું કે છેલ્લા થોડા દિવસથી અમે મુંબઇના એક ઉપનગરમાં રાત્રે શૂટિંગ કરીએ છીએ. સિદ્ની આસપાસ આગ લગાડાઇ છે અને એ ગુંડાઓ સાથે લડી રહ્યો છે એવું દ્રશ્ય અમે ફિલ્માવી રહ્યા હતા.
મિલાપે ડબલની આૅફર કરી હતી પરંતુ સિદ્ધાર્થે પોતે આ સીન કરવાનો આગ્રહ સેવ્યો હતો. અમે સિક્્યોરિટીના પગલાં લીધાં હતાં છતાં નાનકડો અકસ્માત થઇ ગયો અને સિદ દાઝી ગયો. જા કે દાઝી જવા છતાં એણે કામ ચાલુ રાખ્યું હતું.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




