સારા સાથે લિવ-ઇનમાં રહેવા ઇચ્છે છે કાર્તિક આર્યન..!!

0
6

મુંબઈ,તા.૨
કાર્તિક આર્યન હાલમાં ઘણી બધી હિરોઇનમાં ચહિતો એક્ટર છે. ‘સોનૂ કે ટીટૂ કી સ્વીટી’ બાદથી તેની ફેન ફોલોઇંગમાં મોટો વધારો થયો છે. આ હસિનાઓમાં સારા અલી ખાન અને અનન્યા પાંડે જેવી સ્ટારકિડ્‌સ પણ શામેલ છે. કાર્તિક આર્યનનું નામ હાલમાં બે સ્ટારકિડ્‌સ સાથે જોડાઇ રહ્યું છે. પણ હાલમાં જ કાર્તિક આર્યને કહ્યું કે, તે કોઇ સ્ટાર સાથે લિવ-ઇનમાં રહેવા ઇચ્છે છે.
ફિલ્મ ‘લુકા-છુપી’નાં પ્રમોશનમાં તેને પુછવામાં આવ્યું તું કે, પરિણીતિ ચોપરા, સારા અલી ખાન, અનન્યા પાંડે અને તારા સુતરિયામાંથી કોની સાથે લિવ-ઇન રિલેશનશિપમાં રહેવા ઇચ્છે છે? તેનાં જવાબમાં કાર્તિકે સારાનું નામ લીધુ હતું
કાર્તિકે કહ્યું કે, ‘હું સારા અલી ખાન સાથે લિવ-ઇનમાં રહેવા ઇચ્છુ છુ. કારણ કે અમારી કોફી ડેટ લાંબા સમયથી પેનેડિંગ છે. અમે બંને ઘરે કોફી ડેટ દરમિયાન એકબીજાને એક્સપ્લોર કરી શકીયે છીએ.’
જ્યારે કાર્તિકને તેના સિવાય કોઇ અન્યનું નામ લેવા કહેવામાં આવ્યું તો તેણે અનન્યા પાંડેનું નામ લીધું. તેણે કહ્યું કે, ‘અનન્યા પાંડેએ પણ શો પર મારુ નામ લીધુ હતું તો તો હું તેની સાથે પણ લિવ-ઇનમાં રહી શકુ છું’. આ તો સવાલ જવાબની કહાની હતી. રિઅલ લાઇફમાં સારા કોને ડેટ કરે છે અને કાર્તિકનું નામ કોની સાથે જાડાયું છે તે તો સૌ કોઇ જાણે જ છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY