યુવકે લગ્નની લાલચ આપી યુવતી પર દુષ્કર્મ આચરતા ખળભળાટ

0
313

સુરત,તા.૪
સુરતના સગરામપુરા વિસ્તારની કોલેજિયન યુવતીને લગ્નની લાલચ આપી લિંબાયતના યુવકે દુષ્કર્મ ગુજાર્યો હતો. પ્રેમી યુવાને એક માસ પહેલા લગ્ન કરી લીધા હોવાની જાણ થતાં પોતાના લગ્નની વાત કરવા જનારી યુવતીને તેણે માર માર્યો હતો. આ મામલે અઠવા પોલીસે તેની વિરુદ્ધ એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનોં નોંધી ધરપકડ કરી હતી.
મળતી માહિતી પ્રમાણે સગરામપુરા વિસ્તારની ૨૨ વર્ષીય યુવતી અઠવાલાઇન્સ ચોપાટી સામે આવેલી કોલેજમાં અભ્યાસ કરે છે. વર્ષ ૨૦૧૭માં કોલેજમાં આંટાફેરા મારતા વસીમ ફારૂક પઠાણ સાથે તેની આંખ મળી ગઇ હતી.
ત્યારબાદ બંને વચ્ચે પ્રેમ પાંગર્યો હતો. વસીમે લગ્ન કરવાની લાલચ આપી તેણીની મરજી વિરુદ્ધ શરીર સંબંધ બાંધ્યો હતો. તેણીની ફરિયાદ મુજબ લગ્નની વાત કરતા તેણીને ઢીક મુક્કાનો માર માર્યો હતો. ઉશ્કેરાયેલા વસીમે તેણીની હાથ અને પીઠના ભાગે બચકાં ભરી લીધા હતા.
દરમિયાન વસીમના લગ્નની વાત ખબર પડતા પીડિતા પોતાની લગ્નની વાત રકવા ગઈ હતી. તે સમયે વસીમે માર માર્યો હતો. બંનેના તેણીના મોબાઇમાં ફોટા હતા. તે તેણે ડિલિટ કરવા સાથે પોલીસ ફરિયાદ કરશે તો જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY