ન્યુ દિલ્હી, તા.૪
ચૂંટણીઓ જીતાડી આપવાનું કામ લેનાર જાણીતા રાજીકીય પંડિત પ્રશાંત કિશોરની એક એનજીઓ દ્વારા ૨૯ જૂન ૨૦૧૮ના રોજ નેશનલ એજન્ડા ફોરમ-એનએએફ- લોંચ કરાયો હતો. જેનો હેતુ મહાત્મા ગાંધીજીની ૧૫૦મી જન્મ જયંતિ વર્ષ પ્રસંગે તેમને શ્રધ્ધાંજલિ અર્પિત કરવા માટેની આ એક દેશ વ્યાપી પહેલ છે અને તેના દ્વારા ગાંધીજીના ૧૮ સૂત્રિય રચનાત્મક કાર્યક્રમ પર ચર્ચાને પુનઃજિવિત કરવાનો છે. ૩૦ જુલાઇ,૨૦૧૮ના રોજ જાહેર કરાયેલી અખબારી યાદીમાં આ બાબતનો સ્પષ્ટ ઉલ્લેખ હતો. પરંતુ હમણાં જેનો જે સર્વે રિપોર્ટ જાહેર કરાયો તેમાં નવાઇ પમાડે તેમ મોદીની લોકપ્રિયતા, કેટલી બેઠકો મળશે, કેજરીવાલ સહિતના કેટલાક મુખ્યમંત્રીઓની કામગીરી વગેરે.નો ઉલ્લેખ કરાયો છે. ૩૦-૦૭-૨૦૧૮ની પ્રેસ રિલિઝમાં મોદી કે કેજરીવાલ કે વડાપ્રધાન કે મુખ્યમંત્રીની કામગીરી કે લોકપ્રિયતાનો ક્્યાંય કોઇ ઉલ્લેખ નહોતો તો શું પ્રશાંત કિશોર દ્વારા ગાંધીજીના નામે કોઇ હિડન સર્વે હાથ ધરાયો હતો? ગાંધીજીની બાબતમાં મોદીજીને બેસાડવાની કળાકારીગરી કે બાજીગરી પ્રશાંત કિશોર પાસેથી શીખવું જાઇએ, એમ પણ તેમની અગાઉની પ્રેસ રિલિઝ અને હાલમાં જાહેર થયેલા સર્વે રિપોર્ટ જાઇને કેટલાક પરિબળોએ તેમની અને આવા સર્વેની વિશ્વસનિયતા સામે સવાલો ઉભા કર્યા છે. તેમનો સર્વે રિપોર્ટ કાંઇક આ પ્રમાણે છે.
નેશનલ એજન્ડા ફોરમના આ સર્વેમાં જણાવ્યા પ્રમાણે દેશના ૭૧૨ જિલ્લામાં કરાવવામાં આવેલ ઓનલાઈન સર્વેમાં ૫૭ લાખ જેટલા લોકોએ ભાગ લીધો હતો. જે પૈક ૪૮% લોકોનું માનવું છે કે દેશને આગળ લઈ જવા માટે એક સશક્ત નેતા તરીકે પીએમ નરેન્દ્ર મોદી પર વિશ્વાસ મુકી શકાય છે. આ સર્વે રાજકીય પંડિત પ્રશાંત કિશોર સાથે જાડાયેલ એડવોકસી ગ્રુપ ઇન્યિન પાલિટિકલ એક્શન કમિટી(ૈં-ઁછઝ્ર)એ કર્યો હતો.
નેશનલ એજન્ડા ફોરમ અંતર્ગત કરવામાં આવેલ આ સર્વેમાં લોકોને ૯૨૩ નેતાઓ વચ્ચેથી તેમના ફેવરીટ નેતા ચયન કરવા માટે કહેવામાં આવ્યું હતું. જેમાં ૪૮% વોટ સાથે મોદી પ્રથમ, ૧૧% વાટ સાથે રાહુલ ગાંધી બીજા સ્થાને જ્યારે અરવિંદ કેજરીવાલ ૯.૩ ટકા વાટ સાથે ત્રીજા સ્થાને રહ્યા હતા. જ્યારે અખિલેશ યાદવ ૭ ટકા વોટ, મમતા બેનર્જી ૪.૨ અને માયાવતી ૪.૧ વાટ સાથે ક્રમશઃ ચોથા, પાંચમા અને છઠ્ઠા નંબર પર રહ્યા હતા.
સર્વેમાં ઓડિશા મુખ્યમંત્રી નવીન પટનાયક, બિહારના ઝ્રસ્ નીતિશ કુમાર, ઝ્રઁસ્ના જનરલ સેક્રેટરી સીતારામ યેચુરી, દ્ગઝ્રઁ પ્રમુખ શરદ યાદવ સહિત અનેક રાષ્ટ્રીય અને ક્ષેત્રીય ચહેરાઓને સ્થાન આપવામાં આવ્યું હતું. સર્વેમાં સામેલ થનાર વ્યક્તિઓએ મહિલા સશક્તિકરણ, ખેડૂતોની સમસ્યા, આર્થિક અસમાનતા, વિદ્યાર્થીઓની સમસ્યા, આરોગ્યની સેવાઓમાં ક્ષતી, સાંપ્રદાયિક એક્તા દેશના મુખ્ય મુદ્દા કહ્યા હતા.
આ સર્વેમાં બોલિવુડ નેતા અક્ષય કુમાર, ઇમ્ૈંના પૂર્વ ગવર્નર રઘુરામ રાજન અને પત્રકાર રવીશ કુમારની ઓળખ એવા પ્રખ્યાત ચહેરા તરીકે કરવામાં આવી જેમણે રાજકરણમાં હોવું જાઈએ. આ સર્વે સોમવારે રીલિઝ કરવામાં આવ્યો હતો. સર્વે વર્ષ ૨૦૧૩માં પ્રશાંત કિશોરની સંસ્થા સિટીઝન ફોર એકાઉંટેબલ ગવર્નન્સ તરફથી કરવામાં આવેલ સર્વે જેવો જ હતો. જેમાં તે સમયે મોદીને દેશના સૌથી લોકપ્રિય નેતા ગણાવાયા હતા. અલબત્ત તે સમયે મોદીને મળેલા વોટની સરખામણીએ આ સર્વેમાં ઓછા નંબર જરૂર આવ્યા છે. પરંતુ સૌથી લોકપ્રિય નેતા તરીકે હજુ પણ તેમના પ્રતિસ્પર્ધીઓથી ઘણા આગળ છે.
જાકે નિષ્ણાંતોનું માનીએ તો આ ઓનલાઈન સર્વે છે જેથી તેના કેટલાક બંધનો અને મર્યાદાઓ હોય છે. દેશના અનેક ગ્રામીણ વિસ્તારોમાં લોકો હજુ પણ આવા સર્વે અને ઓનલાઈન ટૂલની પહોંચથી દૂર છે. જ્યારે ૈં-ઁછઝ્રએ કહ્યું કે આ સર્વે દ્વારા અમારો ઈરાદો તો એવા લોકો સુધી પહોંચવાનો હતો જેઓ ઓનલાઈન એક્ટિવ છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"


