ન્યુ દિલ્હી,તા.૪
કેરળમાં ૪૮૮ લોકો સહિત ૧૪૦૦ કરતાં વધારે લોકોએ આ ચોમાસામાં અતિવૃષ્ટિ, પૂરપ્રકોપ તેમ જ ભેખડો ધસી પડવાને લીધે જીવ ખોયા છે, એમ ગૃહ મંત્રાલયે જણાવ્યું હતું.
ગૃહ મંત્રાલયના રાષ્ટ્રીય કટોકટી પ્રતિસાદ કેન્દ્ર (એનઈઆરસી)એ જણાવ્યા અનુસાર કરેળમાં ૪૮૮ લોકોનાં મોત નીપજ્યાં છે તેમ જ ૧૪ જિલ્લામાં ૫૪.૧૧ લાખ લોકો પર વરસાદ અને પૂરની અત્યંત માઠી અસર પડી છે. આ સદીમાં સર્વાધિક ખરાબ સંકટ આવ્યું છે. પૂરને લીધે પરાણે અન્યત્ર ખસેડાયા હોય એવા અંદાજે ૧૪.૫૨ લાખ લોકો રાહત શિબિરોમાં વસે છે.
દક્ષિણ ભારતના કેરળ રાજ્યમાં ૫૭,૦૨૪ હેક્ટરની જમીન કરતાં વધુ વિસ્તારમાં ઊભા પાકને હાનિ થઈ હતી. ઉત્તર પ્રદેશમાં ૨૫૪, પશ્રિ્ચમ બંગાળમાં ૨૧૦, કર્ણાટકમાં ૧૭૦, મહારાષ્ટ્રમાં ૧૩૯, ગુજરાતમાં બાવન, આસામમાં ૫૦, ઉત્તરાખંડમાં ૩૭, ઓડીશામાં ૨૯ તેમ જ નાગાલેન્ડમાં ૧૧ લોકોનાં મોત નીપજ્યાં છે.
કેરળમાં ૧૫, ઉત્તર પ્રદેશમાં ૧૪, પશ્ચિમ બંગાળમાં પાંચ, ઉત્તરાખંડમાં છ તેમ જ કર્ણાટકમાં ત્રણ જણ સહિત અંદાજે ૪૩ લોકો લાપતા છે. ૧૦ રાજ્યમાં બનેલી વરસાદ સંબંધિત ઘટનાઓમાં ૩૮૬ લોકોને ઈજા થઈ છે.
ઓડીશાના ૩૦ જિલ્લા, મહારાષ્ટ્રના ૨૬ જિલ્લા, આસામના ૨૫ જિલ્લા, ઉત્તર પ્રદેશમાં ૨૩ જિલ્લા, પશ્રિ્ચમ બંગાળમાં ૨૩ જિલ્લા, કેરળમાં ૧૪ જિલ્લા, ઉત્તરાખંડમાં ૧૩ જિલ્લા, કર્ણાટકમાં ૧૧ જિલ્લા, નાગાલેન્ડમાં ૧૧ જિલ્લા તેમ જ ગુજરાતના ૧૦ જિલ્લામાં અતિવૃષ્ટિ અને પૂરપ્રકોપની માઠી અસર જાવા મળે છે.
આસામના ૨૭,૯૬૪ હેક્ટર જમીન પરના ઊભા પાક પર તેમ જ પશ્રિ્ચમ બંગાળમાં ૪૮,૫૫૨ હેક્ટર જમીન પર પાકને હાનિ થઈ છે.
ઉત્તર પ્રદેશમાં ૩.૪૨ લાખ લોકો પર વર્ષાની માઠી અસર પડી છે તેમ જ ૫૦,૮૭૩ હેક્ટર જમીન પરના પાક પર માઠી અસર પડી છે. કર્ણાટકમાં ૩.૫ લાખ લોકો પર અતિવૃષ્ટિ અને પૂરપ્રકોપની ખરાબ અસર પડી છે તેમ જ ૩૫૨૧ હેક્ટર ભૂમિ પરના પાકને હાનિ થઈ છે, એમ ગૃહ મંત્રાલયે ઉમેર્યું હતું.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"


