નાગપુર,તા.૧૫
બસપા પ્રમુખ અને ઉત્તર પ્રદેશનાં ભૂતપૂર્વ મુખ્યપ્રધાન માયાવતીએ મહારાષ્ટ્રની શિયાળુ રાજધાની નાગપુરમાં બોલતાં પોતે ધર્માંતર કરવાના હોવાનો અણસાર આપ્યો હતો.
મહારાષ્ટ્રની વિધાનસભા ચૂંટણી સભાને સંબોધતાં માયાવતીએ કહ્યું હતું કે સમય આવ્યે હું બૌદ્ધ ધર્મ સ્વીકારવાની છૂં. તેમણે એવો દાવો કર્યો હતો કે દેશમાં મોટે પાયે ધર્માંતર થવાની શક્યતા છે. યોગાનુયોગે દલિત નેતા ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરે પણ નાગપુરમાં બૌદ્ધ ધર્મ સ્વીકાર્યો હતો. માયાવતીએ કહ્યું કે તમે જો જો મારી સાથે મોટી સંખ્યામાં દલિતો બૌદ્ધ ધર્મ સ્વીકારવાના છે. ખૂબ મોટે પાયે ધર્માંતર થશે.
નાગપુરના ઇંદૌરા મેદાનમાં ચૂંટણી સભાને સંબોધતાં માયાવતીએ કહ્યું કે બાબાસાહેબે ૧૯૫૬ના ઓક્ટોબરની ૧૪મીએ ધર્માંતર કર્યું હતું. આજે (સોમવારે) પણ ૧૪ ઓક્ટોબર છે અને હું જાહેર કરી રહી છું કે હું યોગ્ય સમયે ધર્માંતર કરવાની છું.
ડૉક્ટર આંબેડકરે બૌદ્ધ ધર્મ સ્વીકાર્યો ત્યારે દેશભરમાં એનો જોઇએ તેટલો પ્રતિભાવ પડયો નહોતો. પરંતુ માયાવતી અને એમના સમર્થકો ધર્માંતર કરશે ત્યારે એનો ઉત્તર ભારતમાં જોરદાર પ્રતિસાદ પડવાની શક્યતા નકારી કઢાતી નથી. તાજેતરની લોકસભાની ચૂંટણીમાં માયાવતીનો બસપા પક્ષ લગભગ સાફ થઇ ગયો હતો.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



