સેમ્પલો ફેઈલ જતા કાયદેસરની કાર્યવાહી
વલસાડ, તા.૧૫
વલસાડના ખોરાક અને ઓષધ નિયમનતંત્ર દ્વારા માર્ચ-૧૯ દરમિયાન જિલ્લાના વિવિધ સ્થાળોએથી ૧૮ જેટલા ખાદ્યપદાર્થોના નમૂનાઓ એકત્ર કર્યા હતા. આ નમૂનાઓ તેમજ અગાઉના માસના બાકી રહેલા નમૂનાઓ મળી ૨૩ નમૂનાઓની લેબોરેટરી ચકાસણી દરમિયાન ૨૦ નમૂનાઓ પાસ તેમજ ૩ નમૂના નાપાસ થયા હતા. આ માસ દરમિયાન ફુડ સેફટી ઓફિસર બી.બી.વાવૈયા, ડી.એ.નાયક, જી.બી.પટેલ, એ.જી.પટેલ તેમજ કે.જે.પટેલે ખાદ્યપદાર્થોની લેબોરેટરી ચકાસણી કરી વિવિધ ૧૦ નમૂનાઓના પૃથ્થજકરણ કરતાં સાત નમૂનાઓ સબસ્ટોન્ડ ર્ડ જણાતાં આ વિક્રેતાઓ સામે એફ.એસ.એ. એક્ટ -૨૦૦૬ અન્વમયે જ્યાટરે ૩ નમૂનાઓ અનસેફ ફૂડ જણાતાં આ વિક્રેતાઓ સામે ભેળસેળના કેસ કરાયા હતા.
એ.એસ.એ. એકટ-૨૦૦૬ અન્વનયે કરાયેલા કેસોમાં અનંતભાઇ વાડીલાલ દોશી, મે. ફ્રેશ એન્ડે ફ્રેશ ધ બેકરી શોપ, કોસંબા રોડ, પોલીટેકનીક કાલેજ સામે, વલસાડના ટોસ્ટા-પ્લા,સ્ટિદક પી.પી.પ બેગ-પેક, સોહનભાઇ ડુંગરાજી રબારી, આહકર સેન્ડવવીચ એન્ડક ચાઇનીઝ પાર્લર, રુદ્રાક્ષ કોમ્લેપ્લાક્ષ, વલસાડના બટર લુઝ, જીજ્ઞેશ શિવાજીભાઇ નંદા, સોનપુત્રા ફુડસ પ્રા.લી., ખારવેલ, તા.ધરમપુરના બેસન-લુઝ, દિપક સાવલરામ માલી, શ્રીશક્તિ માર્કેટિંગ, ડુંગરી ફળિયા, કરવડ, તા.વાપીના રેપીડ ઓઇલ અશ્વ બ્રાન્ડિ કું.પેક એક લી અને રેપસીડ ઓઇલ-લુઝ, લીયાકત ગફુરભાઇ મનસુરી, મે.કેપીટલ ફુડસ પ્રા.લી. સીલ્વાનસા, ભિલાડ ઇન્ટઅર સ્ટેટ હાઇવે, નરોલી ચેકપોસ્ટ- નજીક, ભિલાડ, તા.ઉમરગામના ચીંગ્?સ સીક્રેટ હોય એન્ડઇ સાવર ઇન્ટંવાસાટ સુપનું પેક પાઉચ તેમજ ધર્મેશ ભોજરાજભાઇ મંગે, મે. મંગલમૂર્તિ એજન્સી, કોર્નર પોઇંટ બિલ્ડિં ગ, ન્યુ? ટેલીફોન એક્ષ્ચેંન્જ સામે, જી.આઇ.ડી.સી. ચાર રસ્તા , વાપીના વલ્લભ પ્રિમીયમ પ્યો્ર ઘી-પેકના નમૂનાઓનો સમાવેશ થાય છે. જ્યાનરે ભેળસેળના કરાયેલા કેસોમાં નાનાપોંઢા-ચાર રસ્તા્ ખાતેના વિજયભાઇ અલગુરામ યાદવ, મે. શંકર વડા પાઉં સેન્ટુર, જયપ્રકાશ યાદવ, શિવ વડાપાઉં સેન્ટ્ર તેમજ લતાપ્રસાદ વડાપાઉં સેન્ટફર પાસેથી લીધેલા મીઠી ચટની- પ્રિપેર્ડ ફુડ-લુઝના નમૂનાઓનો સમાવેશ થાય છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"


