મુંબઇ,તા. ૨૬
શેરબજારમાં આવતીકાલથી શરૂ થતાં નવા કારોબારી સેશનમાં અનેક પરિબળોની અસર જાવા મળશે. એફ એન્ડ ઓ એક્સપાયરી, માઇક્રો ડેટા, વૈશ્વિક સ્થિતિ જેવા પરિબળો આ સપ્તાહમાં દલાલસ્ટ્રીટમાં માર્કેટની દિશા નક્કી કરવામાં ચાવીરુપ ભૂમિકા ભજવશે. ગયા સપ્તાહમાં ભારે ઉથલપાથળ રહી હોવા છતાં સેંસેક્સ અને નિફ્ટી બંને સતત પાંચમાં સપ્તાહમાં સુધારા સાથે બંધ રહ્યા હતા. વૈશ્વિક બજારોમાં મંદી રહી હતી. ટ્રેડવોરને લઇને ચિંતા રહી હતી. ડોલર સામે રૂપિયામાં ઘટાડો થયો હતો. ક્રૂડની કિંમતમાં વધારો થયો હતો. આ તમામ પરિબળો છતાં શેરબજારમાં તેજી રહી હતી. છેલ્લા પાંચ સેશનમાં પ્રથમ વખત ઘટાડો થતાં ઇન્ડેક્સમા ઉતારચઢાવની સ્થિતિ રહી હતી. શુક્રવારના દિવસે પ્રોફિટ બુકિંગ રેકોર્ડ ઉંચી સપાટી પર જાવા મળી હતી. સપ્તાહ માટે સેંસેક્સ અને નિફ્ટીમાં ક્રમશઃ ૦.૮૦ ટકા અને ૦.૭૫ ટકાનો ઉછાળો નોંધાયો હતો. સેંસેક્સ ગુરુવારના દિવસે ૩૮૪૮૭ની ઉંચી સપાટીએ રહ્યો હતો. નિફ્ટી ૧૧૬૨૦ની ઉંચી સપાટીએ રહ્યો હતો. આગામી સપ્તાહમાં ઉથલપાથલ રહી શકે છે. કારણ કે, ઓગસ્ટ સિરિઝમાં ફ્યુચર એન્ડ ઓપ્શન કોન્ટ્રાક્ટની અવધિ પૂર્ણ થઇ રહી છે. ગુરુવારના દિવસે આ અવધિ પૂર્ણ થશે. માઇક્રો મોરચે પણ નવા આંકડા જારી કરવામાં આવનાર છે. જૂન ત્રિમાસિક ગાળા માટે જીડીપીના આંકડા શુક્રવારે જારી કરાશે. કેટલાક નિષ્ણાતો કહી રહ્યા છે કે, જીડીપીનો આંકડો ૭.૬ ટકા રહી શકે છે. ૩૧મી માર્ચ ૨૦૧૮ના દિવસે પૂર્ણ થયેલા ત્રિમાસિક ગાળામાં જીડીપી ગ્રોથનો આંકડો ૭.૭ ટકા રહ્યો હતો. જુલાઈ ફિસ્કલ ડેફિસિટના આંકડા શુક્રવારના દિવસે જારી કરાશે. તે દિવસે જુલાઈ મહિના માટે ઇન્ફ્રાસ્ટ્રક્ચર આઉટપુટ ડેટા પણ જારી કરવામાં આવનાર છે. આરબીઆઈના ફોરેક્સ રિઝર્વના ડેટા પણ શુક્રવારના દિવસે જારી કરાશે જેની રૂપિયા ઉપર સીધી અસર જાવા મળી શકે છે. ગયા શુક્રવારના દિવસે અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું હતું કે, ચીન દ્વારા ઉત્તર કોરિયાને પરમાણુ શ†ોથી નિશ† કરવાના મામલામાં મદદ કરી રહ્યું નથી. કારણ કે, ટ્રેડ વિવાદને લઇને ચીન નારાજ દેખાઈ રહ્યું છે. આજ કારણસર ઉત્તર કોરિયાના મામલામાં ચીન મદદરુપ બની રહ્યું નથી. અમેરિકી પ્રમુખે એમ પણ કહ્યું છે કે, ચીનનું વલણ હાલમાં નિરાશાજનક રહ્યું છે. કેટલીક કંપનીઓ દ્વારા જુન ત્રિમાસિક કમાણીના આંકડા હજુ જારી કરવામાં આવ્યા નથી. જેટ એરવેઝા દ્વારા કમાણીના આંકડા જારી કરવામાં આવનાર છે. આ ઉપરાંત અન્ય ઘણી કંપનીઓ પણ છે જેના પરિણામ હજુ જાહેર કરવામાં આવનાર છે. જેટ એરવેઝા દ્વારા આગામી સપ્તાહમાં જૂન ત્રિમાસિકગાળાના કમાણીના આંકડા જારી કરાશે. બોર્ડ મિટિંગ પણ યોજાનાર છે. બીજી બાજુ રિલાયન્સ કોમ્યુનિકેશન દ્વારા ધિરાણ મર્યાદાને વધારવા માટે શેર ધારકોની મંજુરી મેળવવામાં આવી છે. ડીએચએફએલ દ્વારા તેના બિઝનેસને વધારવા માટે મૂડી ઉભી કરવામાં આવનાર છે. કંપની ખાનગી પ્લેસમેન્ટના આધાર પર બોન્ડ જારી કરીને ૨૦૦૦ કરોડ રૂપિયા ઉભા કરવા માંગે છે. આવી જ રીતે પાવરગ્રીડનું કહેવું છે કે તે બોન્ડ અથવા તો ડિબેન્ચર મારફતે ૨૦૦૦૦ કરોડ ઉભા કરવા શેર હોલ્ડરોની મંજુરી મેળવશે. તેની વાર્ષિક જનરલ બેઠક ૧૮મી સપ્ટેમ્બરના દિવસે મળનાર છે.
(સંપૂર્ણ સમાચાર સેવા)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજે જ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861*



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




