પંજાબમાં એલિયન જોવા મળતાં લોકોમાં ભયનો માહોલ

0
325

નંગલ શહેરમાં આકાશમાં તીવ્ર પ્રકાશની સાથે જોરદાર ધડકો થયો
નંગલ,તા.૧૯
પંજાબના નંગલ શહેરમાં મંગળવારે સાંજે આકાશમાં તીવ્ર પ્રકાશની સાથે એક જારદાર ધડાકો થયો હતો. ધમાકો એટલો તીવ્ર હતો કે તેનો અવાજ નંગલની સાથે સાથે હિમાચલનાં શ્રી નૈના દેવી વિધાનસભા ક્ષેત્રમાં અને સ્વાન નદી નજીક આવેલા ભલાન અને અન્ય સ્થળોએ પણ સાંભળવા મળ્યો. અને આકાશમાં ચમકતા પ્રકાશની રોશની એટલી હતી કે રાતે થોડો સમય માટે દિવસ જેવું અજવાળું થઈ ગયું હતું. આ ઘટના પછી નંગલના લોકોમાં ભયનો માહોલ છે. જા કે આ ધમાકો અને પ્રકાશ શું છે એ કોઈને ખબર ન હતી, પરંતુ કેટલાક લોકો તેને યુએફઓ સાથે જાડીને જાઈ રહ્યા છે. મીડિયા અહેવાલો અનુસાર સ્થાનિક લોકોએ જણાવ્યું હતું કે આકાશમાં પહેલા ઉડાનસ્તરી જેવી દેખાતી હતી, જેમાં અજીબ અજીબ લાઇટો થતી હતી. થોડા જ સમય બાદ આ જારદાર વિસ્ફોટ થયો. કેટલાક લોકો કહે છે કે આ એલિયન હોવાની પૂરેપૂરી શક્્યતા છે.
તો કેટલાક લોકોનું માનવું છે કે આ કોઈ ઉડાનસ્તરી હોઈ શકે છે, તો વળી કેટલાક લોકો માને છે કે કોઈ ધૂમકેતુ ધરતી પાસેથી પસાર થયો હશે, જેના કારણે આ પ્રકાશ જાવા મળ્યો છે. ધમકાને કારણે વિસ્તારોમાં કેટલાક લોકોમાં ભય ફેલાયો છે. લોકો પોતાના-પોતાના ઘરથી બહાર નીકળી ગયા છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY