શેરબજારમાં સામાન્ય તેજીઃ સેન્સેક્સ ૧૩૭ અંક અને નિફ્ટી ૫૯ પોઈન્ટ પ્લસ

0
345

મુંબઈ,તા.૧૯
બુધવાર શેરબજાર માટે સારો રહ્યો હતો. ઘરેલૂં ક્ષેત્રે સકારાત્મક પરિમાણોને લીધે તેમજ પેટ્રોલ તેમજ ડીઝલના ભાવ પર એક લગામને કારણે શેર બજારમાં સકારાત્મક રૂખ જાવા મળી હતી. સોના ભાવમાં ઘટાડો જાવા મળ્યો હતો. દિવસને અંતે શેરબજાર બંધ રહ્યું ત્યારે સેન્સેકસ ૧૩૭.૨૫ પોઈન્ટ વધીને ૩૬૪૮૪.૩૩ના સ્તર પર અને નિફ્ટી ૫૮.૬૦ પોઈન્ટ વધીને ૧૦૯૬૭.૩૦ સ્તર પર બંધ રહ્યો હતો.
કેપસ્ટોન ફેસેલિટિઝ મેનેજમેન્ટ લી, શારદા કોર્પ ચેમ, રેને મદ્રાસ, ટીસીપીએલ પેકેજિંગ, HOV સર્વિસિસ, પાયોનિયર ડિસ્ટિલ જેવા શેરો ટોપ ગેઈનર રહ્યાં હતા.પબ્લિક સેકટર યુનિટના શેરોમાં તેજી જાવા મળી હતી.FMCG સેકટરમાં પણ તેજી જાવા મળી હતી.
રિલાયન્સ કોમ્યુ, યુનિવસ્તુ ઈન્ડિયા લી, ખેતાન જેવા શેરો ટપલૂઝર રહ્યાં હતા.
ઉલ્લેખનિય છે કે બુધવારે ફૂલ ગુલાબી ઠંડી વચ્ચે શેર બજારમાં ફૂલ ગુલાબી તેજી સાથે ઓપનિંગ થયું હતું. ઉઘડતા બજારે બોમ્બે સ્ટોક એક્સચેંજના બીએસઈ સેન્સેક્સ ૧૩૪ પોઈન્ટની તેજી સાથે ૩૬૪૮૧ ના સ્તર જાવા મળ્યો. તો નિફ્ટી પણ ૧૦,૯૪૦ના સ્તર પર શરૂઆત કરી. આ પહેલાં રૂપિયો પણ ડોલરના મુકાબલે ૩૪ પૈસા મજબૂતી સાથે ખુલ્યો હતો. શરૂઆતી કારોબારમાં રૂપિયો ડોલરના મુકાબલે ૭૦.૧૦ ના સ્તર પર ટ્રેંડ કરી રહ્યો હતો.
મંગળવારે સવારે નકારાત્મક ટ્રેડથી શરૂઆત થવા છતાં શેરબજારે સારો દેખાવ કર્યો હતો. એક સમયે તે ૩૬૦૦૦ની સપાટીથી પણ વધું નીચે ઉતરી ગયું હતું. જા કે બજારે કમબેક કરતાં, તેણે ઉંચકાઈને સુધારા તરફી વલણ દાખવ્યું હતું. શેરબજાર મંગળવારે બંધ રહ્યું ત્યારે ૭૭.૦૧ પોઈન્ટના વધારા સાથે ૩૬૩૪૭.૦૮ની સપાટીએ જાવા મળ્યું હતું. જ્યારે નિફ્ટી પણ ૨૦.૩૫ પોઈન્ટના ઉછાળા સાથે ૧૦૯૦૮.૭૦ પર બંધ જાવા મળ્યું હતું.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY