નાંદોદ તાલુકા ના રામપુરા મંદિરના મહારાજને ઢોર માર મારતા મોત, હત્યા નો ગુનો દાખલ

0
203

રાજપીપળા થી મંદિર માટે શાકભાજી લઈ પોતાની બાઈક પર રામપુરા પરત જતા મહારાજ ને રસ્તામાં અટકાવી માર મારી ઇજગ્રસ્ત હાલતમાં છોડી મુક્યા 

બાદ અન્ય બચાવવા આવનાર સંત ને પણ ધમકી આપી તગેડી મૂકતા સારવાર માં લઈ જતા સમય લાગ્યો હોવાનું ફરિયાદી બજરંગદાસજી એ જણાવ્યું 

ખેતર માં દબાણ કરવા બાબતે થયેલી તકરાર બાદ બેટ અને લાકડીઓ વડે મહારાજ ને ઢોર માર મારતા ગંભીર ઈજાઓ બાદ રાજપીપળા સિવિલ માં મોત

રાજપીપળા : નર્મદા જિલ્લા ના નાંદોદ તાલુકાના રામપુરા ગામના ધનેશ્વર મહાદેવ મંદિર ના સ્વામી રામારેદાસ અભિરામદાસ ત્યાગી સાથે ખેતરમાં દબાણ કરવા બાબતે ગોપાલપુરા ગામના યશપાલસિંહ ભુપેન્દ્રસિંહ ગોહિલ સાથે થયેલી માથાકૂટ બાદ શનિવારે બપોરે રામપુરા થી વાવડી જતા કાચા રસ્તા પર યશપાલસિંહ તથા તેની સાથેના દસેક માણસો એ બેટ તથા લાકડીના ફટકા મારતા રામપ્યારેદાસ ને ગંભીર ઈજાઓ પોહ્ચાડતા તાત્કાલિક રાજપીપળા સિવિલ માં ખસેડાયા હતા પરંતુ સ્વામી ને ઢોર માર ના કારણે વધુ ઈજાઓ થતા એમનું સિવિલ ખાતેજ મોત થતા રામપુરા માંગરોલ પંથક માં શોક ની લાગણી વ્યાપી જવા પામી હતી આ બાબતે ગુવાર રામાનંદ આશ્રમ  ના મહારાજ બજરંગદાસજી ત્યાગી એ ફરિયાદ આપી હતી

એક સાધુ ની હત્યા ના સમાચાર ની વાત વાયુવેગે ફેલાતા નાંદોદ તાલુકા ના સંતો ની રાજપીપળા સિવિલ ખાતે ભારે ભીડ જોવા મળી હતી અને રાજપીપળા પોલીસ પણ આ માટે તરત હરકત માં આવી તાત્કાલિક ડી વાય એસ પી રાજેશ પરમાર અને ટાઉન પી આઈ આર એન રાઠવા ઘટના ઘટના સ્થળે દોડી જરૂરી તપાસ હાથ ધરી હત્યા કરનાર યશપાલસિંહ અને એની સાથે સ્વામી ને માર મારનારા અન્યો વિરુદ્ધ ગુનો નોંધી ધરપકડ ના ચક્રો ગતિમાન કર્યા હતા હાલ રાજપીપળા પોલીસે યશપાલસિંહ ગોહિલ અને અન્ય વિરુદ્ધ હત્યા અને હત્યા માં મદદગારી કરવા બાબતનો ગુનો નોંધી તમામ ની ધરપકડ કરવા શોધખોળ શરુ કરી છે તપાસ ટાઉન પી આઈ આર એન રાઠવા કરી રહ્યા છે .

ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY