વાગરા બસસ્ટેશન પાસેથી વરલી મટકાનો જુગાર રમતા પાંચ ઇસમોને ઝડપી પાડતી ભરૂચ એલ.સી.બી.

0
14

પોલીસ મહાનિરીક્ષક વડોદરા રેન્જ વડોદરા તથા ભરૂચ જીલ્લા પોલીસ અધિક્ષક તરફથીજિલ્લામાં દારૂ – જુગાર સદંતરપણે નાબુદ કરવા પ્રોહી તથા જુગાર અંગેની ડ્રાઈવ રાખેલ હોય જે અનુસંધાને ભરૂચ એલ.સી.બી.નાઇન્ચાર્જ પોલીસ ઈન્સ્પેક્ટર પી.એન.પટેલ ની સુચના તથા પોલીસ સબ ઈન્સ્પેક્ટર કે.જે ધડુક ના માર્ગદર્શન મુજબ જુગારધારા નો કેસ શોધી કાઢેલ જેમા પાંચ આરોપીઓને પકડી પાડેલ છે.

પકડાયેલ આરોપીઓ માં -(૧) ફીરોજ ઇસાકભાઇ રાજ રહે.વાટાફળીયુ તા.વાગરા જી. ભરૂચ (૨) ગુલામભાઇ ઇબ્રાહીમભાઇ પટેલ રહે, માજી સરપંચ ફળીયુ વસ્તી ખંડાલી તા.વાગરા જી. ભરૂચ (૩) વિજયભાઇ વેરીભાઇ રાઠોડ રહે, રહે. કોઠી ફળીયુ તા.વગરા જી.ભરૂચ (૪) કાલુભાઇ ઇબ્રાહીમભાઇ દિવાન રહે, લાહોરી ગોડાઉન તા.વાગરા જી. ભરૂચ (૫) છેલાભાઇ મોતીભાઇ વસાવા

રહે, કરમાડ પાણીની ટાંકીની બાજુમા મુ.પો.કરમાડ તા.જી. ભરૂચ નો સમાવેશ થાય છે જયારે એમની પાસેથી જપ્ત કરેલ મુદ્દામાલ માં અંગઝડતી ના રૂપિયા-૧૧,૫૨૦/- મોબાઇલ નંગ-૧ કિ.રૂ.૧,૦૦૦/-કુલ્લે મુદામલ કિ.રૂ ૧૨,૫૨૦,/- નો મુદ્દામાલ મેળવી કાયદેસર કાર્યવાહી  કરવામાં આવી છે .

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY