ડેમ સાઈડ વ્યુ પોઇન્ટ સનસીટી પાસે બનેલી ઘટના માં મહારાષ્ટ્ર ની મહિલાએ ચાલીસ હજાર નું મંગળસૂત્ર ગુમાવ્યું
રાજપીપળા : હાલ નર્મદા ના કેવડિયા ખાતે આકર્ષણ નું કેન્દ્ર બનેલા સ્ટેચ્યુ ઓફ યુનિટી ને નિહાળવા ખુબ મોટી સંખ્યા માં પ્રવાસીયો આવે છે ત્યારે એ તરફ ના માર્ગો પર અકસ્માતો વધ્યા છે અને હવે ચોરી ની ઘટના પણ પોલીસ દફતરે નોંધાઈ છે જેમાં મહારાષ્ટ્ર ના સીરપુર થી રવિવારે સ્ટેચ્યુ જોવા આવેલી એક મહિલા સાંજે પાંચેક વાગે ડેમ સાઈડ વ્યુ પોઇન્ટ સનસીટી પાસે પાસે પોહ્ચતાજ કોઈ એ એના ગળા માં પહેરેલું સોનાનું મંગળસુત્ર ખેંચતા મહિલાએ મંગળસૂત્ર પકડી લેતા એક તરફના ભાગનું લઘભગ 40,000/- રૂપિયા ની કિંમત નું અડધું મંગળસૂત્ર લઈ અજાણ્યો ગઠિયો ફરાર થઈ જતા આ મહિલાએ બુમાબુમ કરી પરંતુ ચોર ત્યાંથી નાસી છુટવામાં સફળ થતા આખરે મહિલા માં પતિ અનિલ આત્મારામ સિરસાઠ એ આ બાબતે કેવડિયા પોલીસ મથકે ફરિયાદ આપી હતી પોલીસે ચોરી ની ફરિયાદ દાખલ કરી ચોર ને પકડવા વધુ તપાસ હાથ ધરી છે તપાસ કેવડિયા પી એસ આઈ એ આર ડામોર કરે છે .
ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"





