કરજણ બંધના છ દરવાજા ખોલી 62 હજાર ક્યુસેક જેટલું પાણી કરજણ નદીમાં છોડવામાં આવ્યું

0
336

રાજપીપળા : નર્મદા જિલ્લાના ઉપરવાસના કેચમેન્ટ વિસ્તાર  ડેડીયાપાડા અને સાગબારામાં ગતરાત્રીથી અત્યાર સુધીમાં 8 ઇંચ જેટલો વરસાદ ખાબકતા કરજણ ડેમમાં અને નદીમાં નવા નીર આવ્યા હતા. કરજણ બંધ માં લગભગ 70 હજાર જેટલી પાણીની આવક થતા આજે કરજણ બંધ ના છ દરવાજા ખોલી ૬2 હજાર ક્યુસેક જેટલું પાણી કરજણ નદીમાં છોડવામાં આવ્યું હતું જેના કારણે કરજણ નદી બે કાંઠે વહેતી થઇ હતી અને કરજણ નદી બે કાંઠે  વહેતા કાંઠાના ખેતરોમાં પાણી પણ ભરાયા હતા.

ઘણા સમય બાદ કરજણ નદી બે કાંઠે વહેતા રાજપીપળાના નગરજનો સરકારી ઓવારા ખાતે કરજણ નદી નું રૌદ્ર સ્વરૂપ જોવા માટે ઉમટી પડ્યા હતા. હાલમાં કરજણ નદી ઉપર એક  પુલ બનાવવાનું કામ ચાલી રહ્યું છે. જેના બેઝ સુધી જ પાણી હતું. પરંતુ એના તમામ બેઝ ડૂબી જાય એટલું પાણી થતાં આજે કરજણ નદી નું આ રૌદ્ર સ્વરૂપ જોઈને રાજપીપળાના જનતા ખુશખુશાલ થઈ ગઈ હતી. જોકે તંત્ર દ્વારા કરજણ નદી કાંઠાના ગામોને સાવધ પણ કરાયા હતા. હજી પણ સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે.જેને કારણે કરજણ બંધ માં હજી પણ વધુ પાણીઆવવાની આશા છે.

ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY