વીએમસીએ જાપાનીઝ ગાર્ડન તોડી ૬૦ લાખ વેડફ્યાં, હવે ઝૂ બનાવશે

0
35

વડોદરા,તા.૯
સયાજીબાગમાં રૂ.૬૦ લાખના ખર્ચે બનાવવામાં આવી રહેલો જાપાનીઝ ગાર્ડન તૈયાર થતાં પહેલાં જ કોર્પોરેશને તોડી પાડ્યો છે. હવે આ સ્થળે પુનઃ ઝૂ બનાવવા માટે ટેન્ડર પ્રક્રિયા હાથ ધરતા કોંગ્રેસના મહિલા કાઉન્સિલરે પ્રજાના નાણાંનો વેડફાટ કરી રહેલા કોર્પોરેશનના જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી કરવા માંગ કરી છે.
કોર્પોરેશને એક સમયે આ પ્રોજેક્ટને સિદ્ધિ ગણાવી હતીઃ કોંગ્રેસના કાઉન્સિલર અમી રાવતે જણાવ્યું હતું કે, સયાજીબાગમાં ઐતિહાસિક ભૂલભૂલામણી દૂર કરીને જાપાનીઝ ગાર્ડન બનાવવાનું આયોજન કર્યું હતું.કોર્પોરેશને જે તે સમયે આ પ્રોજેક્ટને એક મોટી સિદ્ધિ ગણાવી હતી. કોર્પોરેશન દ્વારા જાપાનીઝ ગાર્ડનનું કામ પૂરું કરવામાં આવ્યું નથી, ત્યાં જાપાનીઝ ગાર્ડન માટે તૈયાર કરાયેલા સ્ટ્રક્ચરને જમીનદોસ્ત કરી દેવાયું છે અને તે સ્થળે ઝૂ બનાવવા માટે ટેન્ડર પ્રક્રિયા હાથ ધરી છે. ત્યારે પ્રજાના નાણાંનો વેડફાટ કરી રહેલા કોર્પોરેશનના જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી કરવા અને તેઓ પાસેથી રૂપિયા ૬૦ લાખની વસુલાત કરવા મારી માંગણી છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY