સાગબારાના ચોપડવાવ ગામે ઢોર ચરાવવા બાબતે મારામારી : કુહાડી લાકડી વડે હુમલો,ચાર ઘાયલ 

0
29

એક મહિલાએ સાગબારા પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે 5 સામે ગુનો નોઘી તપાસ હાથ ધરી 

રાજપીપળા : સાગબારામાં ખેતરના શેડા પર  ઢોર ચરાવવા મુદ્દે પિતરાઈ ભાઈઓના પરિવારો અંદરો અંદર ઝગડ્યા જેમાં લાકડી, કુહાડી વડે હુમલો થતા ચાર  જેટલા ઘાયલ થયા પાંચ સામે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ ચાલુ કરી.

નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના ચોપડવાવ ગામે રામસીંગ શંકર તડવી સીમા શંકર તડવી નીલગીરીવાળા ખેતરના શેઢા ઉપર ઢોરો ચરાવતા હતા.જ્યાં મહેન્દ્ર તડવી એ ઢોરો ચારવાની ના પાડતા ઉશ્કેરાઇ જઇ રામસિંગે મહેન્દ્રને લાકડી વડે સપાટો મારી દીધો જેથી તેનુ ઉપરાણુ લઇ ગોવિંદ રામસીંગ તડવી, સોન્યા રામસીંગ, તેની પત્ની દિવાળી આ બધા દોડી આવી મહેન્દ્ર ને માર મારવા લાગ્યા ત્યારે મહેન્દ્ર સાથેના તારા તડવી વચ્ચે છોડાવવા પડતા સન્યા રામસીંગ તડવીએ તારાબેનને માથાના ભાગે કુહાડીની મુંદર મારી દીધી હતી. ગોવિંદ રામસીંગ તડવીએ મહેન્દ્રને લાકડીનો સપાટો મારી ઇજા કરી હતી. જ્યાંથી છુટા પડી આ ઝગડાનું ઉપરાણું લઈને ઘરે આવી ઝગડો કર્યો અને સીમા તડવી અને કુંતાબેનને માર માર્યો આમ ચાર લોકોને ગંભીર ઈજાઓ પહોંચાડી જે બાબતની સાગબારા પોલીસમાં ફરિયાદ કરતા પોલીસે રામસીંગ શંકરભાઇ તડવી, ગોવિંદ રામસીંગ તડવી, સન્યાભાઇ રામસીગ તડવી, જેઠયાભાઇ રામસીંગ તડવી, દિવાળીબેન રામસીંગ તડવી તમામ વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY