ગતરોજ ભરૂચ તાલુકા ના હિંગલોટ ગામ ખાતે વેલકમ ગેટ,પીક અપ સ્ટેન્ડ,તથા પેવર બ્લોકનું લોકાર્પણ ભરૂચ જિલ્લા પંચાયતના પ્રમુખ તથા ભરૂચ જિલ્લા કોંગ્રેસ પ્રમુખના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું.

ભરૂચ તાલુકાના હિંગલોટ ગામ ખાતે ગામમાં વેલકમ ગેટ તથા પીક અપ બસ સ્ટેન્ડની જરૂરીયાત હોય હિંગલોટ ગામના સરપંચ તથા ડેપ્યુટી સરપંચ તથા તાલુકા પંચાયતના સભ્યો ની રજૂઆતો અને એન.આર.આઈ ભાઈઓનો ગામ પ્રત્યેનો પ્રેમના લીધે આજે હિંગલોટ ગામમાં પ્રવેશતા જ ગામની એકતાના અને સુંદરતાના દર્શન થાય છે.ત્યારે ભરૂચ જિલ્લાના પનોતા પુત્ર અને રાજ્યસભાના સાંસદ એહમદ પટેલે તેમની રાજ્યસભા ની ગ્રાન્ટમાંથી આપેલ રૂપિયા પાંચ લાખના ખર્ચે પીક અપ બસ સ્ટેન્ડ તથા ગામના એન.આર.આઈ ભાઈઓ તરફ થી હિંગલોટ ગામની શાન એવા વેલકમ ગેટ તથા ગામમાં પેવર બ્લોક નાખવામાં યોગ્ય સહયોગ આપ્યો હતો.જયારે તાલુકા પંચાયતના સભ્ય ફારૂક મન્સૂરીની ગ્રાન્ટમાંથી રૂપિયા ચાર લાખના ખર્ચે પંચાયત ઓફીસ થી જુના ગેટ સુધી પેવર બ્લોક નાખવામાં આવ્યા હતાં.

હિંગલોટ ગામની સંપૂર્ણ કામગીરી પૂર્ણ થઈ જતાં ગત રોજ ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ પરિમલસિંહ રણા,જિલ્લા પંચાયતના પ્રમુખ જશુબેન પઢીયાર,પૂર્વ કૉંગ્રેસ પ્રમુખ રાજેન્દ્રસિંહ રણા,સલીમ ફાંસીવાળા,સુલેમાન પટેલ,
કૉંગ્રેસ તાલુકા પ્રમુખ સલીમ પટેલ,હિંગલોટ ગામના સરપંચ મદીના મન્સૂરી, ડેપ્યુટી સરપંચ સલીમ દુધવાલા,તા.પ.સભ્ય ફારૂક પટેલ,દહેગામ ના સરપંચ ઈલ્યાસ પટેલ,હાફેજી દયાદરાવાળા,સલીમ ગોદર, એન.આર.આઈ ભાઈઓ અને ગ્રામજનોની ઉપસ્થિતિમાં રીબીન કાપી લોકાર્પણ કરી ગ્રામજનો માટે ખુલ્લું મુકવામાં આવ્યું હતું.
રિપોર્ટર:-પ્રકાશ મેકવાન,ભરૂચ. મો:-9537920203
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે


"વંદે માતરમ ,ભારત માતાકી જય"




