દસ કા દમ શોમાં સલમાન સાથે શાહરૂખ, રાની રહેશે.

0
15

મુંબઇ,તા. ૨૯
સલમાન ખાનના લોકપ્રિય ટીવી શો દસ કા દમમા શાહરૂખ ખાન અને રાની મુખર્જી પણ નજરે પડનાર છે. આ બંને સલમાન ખાનની સાથે ભરપુર મસ્તી કરતા નજરે પડનાર છે. ચેનલે શોના ખાસ એપિસોડના પ્રોમો લોન્ચ કરી દીધા બાદ ભારે ઉત્સાહ દેખાઇ રહ્યો છે. ચાહકો તો આ એપિસોડને લઇને પહેલાથી જ ઉત્સાહિત છે. એપિસોડની ઝલક જાઇને એવુ લાગી રહ્યુ છે કે તે શો ખુબ રોમાંચક અને મસ્તીથી ભરપુર રહેનાર છે. આ શો અમને જુની યાદોમાં પહોંચાડી દેશે. એક તો શાહરૂખ ખાનની મસ્તી જેમાં ફનના તડકા લગાવવામાં આવનાર છે.

આ શોમાં શાહરૂખ ખાન, સલમાન ખાન અને રાની બાદશાહના હિટ ગીત લુન્ગી ડાન્સ પર એક લુન્ગી પહેરીને નાચતા દેખાશે. સૌથી રોચક બાબત એ પણછે કે સલમાન ખાન શો દરમિયાન બાળકને ડાયપર પહેરાવતા નજરે પડનાર છે. રાખી પણ જાવા મળનાર છે. આ શો દરેક કલાકાર પણ નિહાળે તેવી શક્યતા છે. શોમાં ખાસ મશાલા ઉમેરી દેવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. આ વિડિયોમાં સુનિલ ગ્રોવર પણ નજરે પડનાર છે. જે પોતે અમિતાભ બચ્ચનની કોપી કરતા નજરે પડનાર છે. બીજી બાજુ શો દરમિયાન કિંગ ઓફ રોમાન્સ શાહરૂખ ખાન સલમાન ખાનને યુવતિઓને કઇ રીતે ઇમ્પ્રેસ કરવામાં આવે તે અંગે કેટલીક ટિપ્સ પણ આપનાર છે. દસ કા દમ શોને લઇને તમામ તૈયારી કરી લેવામાં આવી છે.

બોલિવુડના દબંગ સલમાન અને શાહરૂખ ખાન પોતાના શોને લઇને ખુશ છે. બીજી બાજુ બંનેને સાથે જાવા માટે ચાહકો ઉત્સુક છે. કુછ કુછ હોતા હે અને કરણ અર્જુનમાં આ બંને કલાકારો એક સાથે જાવા મળ્યા હતા. અન્ય એક ફિલ્મમાં પણ બંને સાથે નજરે પડ્યા હતા. સલમાન હોસ્ટ તરીકે હાલમાં સિરિયલ યોજી રહ્યો છે.

(સંપૂર્ણ સમાચાર સેવા)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY