સ્ટેચ્યુ ઓફ યુનિટી જેવા પ્રોજેક્ટ પાછળ કરોડોનો ખર્ચ જયારે આરોગ્ય બાબતે નર્મદા માં ટલ્લે ચઢતા દર્દીઓ   

0
72

આજે વિશ્વ એઇડ્સ દિવસ પણ નર્મદા જિલ્લા માં આરોગ્ય તંત્ર જાણે નિષ્ક્રિય 

નર્મદા જિલ્લા માં 300 જેવા એચ આઈ વી પીડિતો છતાં આ જિલ્લા માટે જરૂરી એવું એ આર ટી (ART) સેન્ટર ન હોવાથી પીડિતો ને તકલીફ

રાજ્ય સરકાર આરોગ્ય ની સેવા બાબતે જાણે નર્મદા જિલ્લા સાથે ઓરમાયું વર્તન કરતી હોય એમ અહીં સ્ટેચ્યુ જેવી બાબતે કરોડો ના ધુમાડા પણ જીવિત દર્દીઓ માટે જરૂરી સેવા ઉપલબ્ધ નથી

રાજપીપળા : આજે 1લી ડીસેમબર એટલે વિશ્વ એઇડ્સ દિન તરીકે આખા વિશ્વ માં ઉજવણી કરાય છે પરંતુ આવા દિવસ પાછળ સરકાર જે ખર્ચ કરે છે એ મોટાભાગે વ્યર્થ છે એમ કહી શકાય કેમકે જરૂરી સેવાઓ ઉપલબ્ધ ન હોય ત્યારે કોઈ પણ ઉજવણી કરી ફક્ત નામના મેળવવાનો કોઈ મતલબ નથી અને માત્ર કાર્યક્રમો પાછળ લાખોના ધુમાડા કરવા એ જાણે વોટ બેન્ક ઉભી કરવાના તાયફા હોય એમ લાગે છે

નર્મદા જીલ્લા માં હાલ સરકારી   આંકડા પ્રમાણે લઘભગ 300 જેવા એચ આઈ વી ગ્રસ્તો છે અને ઘણા મૃત્યુ પણ પામ્યા છે ત્યારે મૃત્યુ પામવાનું મુખ્ય કારણ અહીં સરકારી દવાખાના માં ફક્ત લિંક એ આર ટી સેન્ટર કાર્યરત છે જયારે જરૂરી એવું એ આર ટી સેન્ટર ન હોવાના કારણે અમુક સમયે દર્દીઓ ને વડોદરા કે સુરત જેવા શહેરો માં અમુક મહિના સારવાર માટે કે તપાસ માટે જવું પડે છે જેમાં નર્મદા માં મજૂરી કામ કરી જીવન નિર્વાહ ચલાવતા લોકો ને બહાર શહેરો માં જઈ ધક્કે ચઢવું પોષાય એમ ન હોવાના કારણે આવા દર્દીઓ જરૂરી સારવાર કે દવા ન લેવાના કારણે મોત ને ભેટતા હોય ત્યારે સરકાર આરોગ્ય બાબતે ની જરૂરી સેવાઓ નર્મદા જેવા પછાત જિલ્લા માં વહેલીતકે ઉપલબ્ધ કરે એવી માંગ ઉઠી છે

બૉક્સ : અગાઉના વર્ષો માં ઘણા દર્દીઓ ના મોત થયા છે : એચ આઈ વી પીડિત

નર્મદા જિલ્લા માં એક એચ આઈ વી પીડિત દર્દી એ સરકાર પર રોષ ઠાલવતા જણાવ્યું કે આ જિલ્લા માં એ આર ટી સેન્ટર ખુબ જરૂરી છે અગાઉ ઘણા દર્દીઓ ના મોત થયા છે ત્યારે જો હજુ આ સેન્ટર અહીં નહીં ખુલે તો ગરીબ દર્દીઓ મજૂરીકામ છોડી તપાસ,સારવાર કે દવા માટે બીજા શહેર માં નહિ જાય અને એના કારણે આ જિલ્લા માં મૃત્યુ આંક વધે એવી શક્યતાઓ જણાય છે.

ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY