રાપર તાલુકાના રવ મોટી ગામના સરકારી દવાખાના ને અલીગઢી તાળા, દર્દીઓ બેહાલ

0
96

રાપર તાલુકાના રવ મોટી ગામે છેલ્લા દશ વર્ષ થી તબીબી અધિકારી ની જગ્યા ખાલી છે અને તેમાય છેલ્લા ચાર વર્ષ થી રવ મોટી નુ સરકારી દવાખાનુ ફાર્માસિસ્ટ દ્વારા ચલાવવા આવે છે અને તેને પણ અચાનક રવાપર ખાતે ડેપ્યુટેશન આપી દેવાતા છેલ્લા વીસ દિવસ થી દવાખાના ને અલીગઢી તાળા લાગી ગયા છે અને દર્દી ઓ પરેશાની ભોગવી રહયા છે આ બાબતે ગ્રામજનો મા રોષ ની લાગણી ફેલાઈ છે જો તાત્કાલીક ડેપ્યુટેશન રદ નહીં કરવામાં આવે તો ઉગ્ર આંદોલન કરવા કરવામાં આવશે એવુ ગ્રામજનો જણાવી રહયાં છે રવ મોટી ગામની વસ્તી પાચ હજાર જેટલી છે તથા આજુબાજુ ના દસ ગામો ના દર્દીઓ માટે આ દવાખાનુ આર્શીવાદ રૂપ છે હાલે એમ.આર (રૂબેલા) રસીકરણ નો કાર્યક્રમ ચાલતો હોઈ અન્ય કર્મચારી પણ કામગીરીમાં વ્યસ્ત છે તો ગામ લોકો ની માગણી છે કે ડેપ્યુટેશન પર મોકલેલ ફાર્માસીસ્ટ ને તાત્કાલીક ડેપ્યુટેશન રદ કરી ને પરત રવ મોટી મુકવામા આવે આ વિશે ગામ ના લોકો દ્વારા મુખ્યમંત્રી ને પણ પત્ર લખી ને જાણ કરવામા આવેલ છે તેવું ગ્રામજનો એ જણાવ્યું હતું.

                   રિપોર્ટર કચ્છ :                                 બિમલ માંકડ 78746 35092
          અહેવાલ : ધર્મેશ જોગી

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY