ન્યુ દિલ્હી,તા.૫
ડેરા સચ્ચા સૌદાના ૪૦૦ સાધુઓને નપુંસક બનાવાના આરોપમાં ડેરાના પ્રમુખ ગુરમિત રામ રહીમ સિંહને સીબીઆઇની વિશેષ અદાલતે રાહત આપતા જામીન મંજૂર કર્યા હતા.
ડેરા સચ્ચા સૌદાના પ્રમુખ હાલમાં બે સાધ્વીઓ પર દુષ્કર્મ આચરવાના ગુનામાં હરિયાણાની પંચકુલા જેલમાં ૨૦ વર્ષની સજા કાપી રહ્યા છે. ગુરમિત રામ રહીમ સિંહ પર ડેરાના દવાખાનામાં ચારસોથી વધારે સાધુઓને નપુંસક બનાવાનો આરોપ હતો અને આ મામલે હરિયાણાની ખાસ અદાલતમાં કેસ ચાલી રહ્યો હતો. આજે આ મામલે સુનાવણી કરતા સીબીઆઇની ખાસ અદાલતના જજ જગદીપ સિંહે નિર્ણય આપતા ગુરમિત રામ રહીમ સિંહના જામીન મંજૂર રાખ્યા હતા. જામીન મળતા પણ ગુરમીત રામ રહીમ સિંહને જેલમાં જ રહેવું પડશે.
આ મામલાનો ખુલાસો રામ રહીમના ડ્રાઇવર ખટ્ટા સિંહે કર્યો હતો કે રામ રહીમે આશ્રમમાં માત્ર મહિલાઓનું જ યૌન શોષણ નથી કર્યું પરંતુ સાધુઓને પણ નપુંસક બનાવ્યા હતા. આ મામલે ડેરા સચ્ચા સૌદાના એક સાધુ હંસરાજ ચૌહાણે ૧૭ જુલાઇ ૨૦૧૨માં હાઇકોર્ટમાં અરજી કરીને રામ રહીમ પર ૪૦૦થી વધારે સાધુઓને નપુંસક બનાવાનો આરોપ લગાવ્યો હતો.
પોતાની અરજીમાં આરોપ લગાવતા સાધુ હંસરાજે જણાવ્યું હતું કે પ્રમુખ ગુરમિત રામ રહીમ સિંહના ઇશારે ડેરાની હોસ્પિટલમાં ડોક્ટરોની એક ટીમ સાધુઓને નપુંસક બનાવતી હતી. તેમણે ૧૬૬ સાધુઓના નામ પણ આપ્યા હતા. તેમના મુજબ રામ રહીમ આશ્રમમાં પ્રાર્થના પછી નશાની કેપ્સૂલ આપવામાં આવતી જેના લીધા પછી સાધુઓ સાથે શું થતું એની ખબર એમને પણ નહોતી રહેતી.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




