રાજ્ય સરકારની ઢીલી નીતિના કારણે નર્મદા જિલ્લાના 300 જેવા એચઆઈવી પીડિતોની હાલત ખરાબ 

0
413

વડોદરાની સયાજી હોસ્પિટલમાં ટેસ્ટિંગ કીટ ન હોવાના કારણે એચઆઈવી પીડિતોને તકલીફ 

હાલ રાજ્ય સરકાર એચઆઈવી ગ્રસ્તો તરફ તદ્દન નિષ્ક્રિય થઈ હોય એમ કોઈ બાબતે ધ્યાન અપાતું નથી જેમાં નર્મદા જિલ્લા જેવા પછાત જિલ્લાના દર્દીઓ મોત ના મુખમાં ધકેલાઈ રહ્યા છે

નાકો પાસેથી જીસેક્સ પાસે આવતું ફંડ ન આવતું હોવાના કારણે તકલીફ ઉભી થઈ હોવાનું જાણવા મળે છે માટે રાજ્ય સરકારે દરમિયાનગીરી કરવી જોઈએ 

રાજપીપળા: નર્મદા જિામાં લઘભગ 300 જેવા એચઆઈવી પીડિતો છે ત્યારે આરોગ્ય બાબતે મોટી વાતો કરતી સરકાર હાલ નર્મદા જિલ્લાના દર્દીઓ માટે જાણે નિષ્ક્રિય થઈ ગઈ હોય એમ લાગી રું છે ેમકે છે્લા લઘભગ બે મહિનાથી નર્મદાથી વડોદરા ટેસ્ટિંગમાં જતા દર્દીઓ કીટના અભાવે ધક્કે ચઢી રહ્યા છે છેલ્લા બે મહિનાથી વડોદરા સયાજી હોસ્પિટલમાં કાર્યરત એ આર ટી સેન્ટર માં એચઆઈવી ગ્રસ્તો માટેના સી ડી 4 કરવા માટેની ટેસ્ટિંગ કીટ ઉપલબ્ધ નથી માટે નર્મદાના ગ્રામ્ય વિસ્તારમાં રહેતા દર્દીઓ વડોદરા જઈ પરત ફરી રહ્યા છે જોકે કીટ ન હોવા બાબતે એમ જાણવા મળ્યું કે નેશનલ એડ્સ કંટ્રોલ (NACO) માંથી આવતા ફંડ માં હાલ તકલીફ છે માટે હજુ એકાદ મહિનો કીટ આવે એમ જણાતું નથી જેના કારણે સી ડી 4 ના ટેસ્ટિંગ બાદ દર્દીની દવા બદલવી કે અન્ય મેડિકલ બાબતે તકલીફ થઈ રહી છે ત્યારે જો નાકો પાસે ફંડ મોડું આવે તો આવા સમયે રાજ્ય સરકારે દર્દીઓના હીત માટે કીટ કે પૈસા ની વ્યવસ્થા કરવી જોઈએ નહીતો નર્મદાના ગરીબ એચઆઈવી પીડિતો માટે આ બાબત જોખમરૂપ સાબિત થઈ શકે છે.

બોક્ષ : નર્મદા જિલ્લામાં તિલકવાડા અને સાગબારા ખાતેના આઇસીટીસી સેન્ટર પર કાઉન્સીલરોની બંને જગ્યાઓ પણ વર્ષોથી ખાલી હોવાથી ત્યાંના એચઆઈવી પીડિતો ભગવાન ભરોસે છે ત્યારે સરકાર કે સંસ્થાઓ આ બાબત કેમ નજરઅંદાજ કરે છે…? શું આ જિલ્લાના દર્દીઓ માટે આરોગ્ય વિભાગ શું આંખે પટ્ટી મારી બેઠું છે.

ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY