જીલ્લામાં રકતદાન સંકલ્પ અભિયાનનો આજથી પ્રારંભ
રાજપીપળા લાઈબ્રેરી સ્તિથ નાંદોદ સરકારી આર્યુવેદ દવાખાના ખાતે ર્ડો.પરેશ જેઠવા એ પણ લોકો પાસે સંકલ્પપત્રો ભરાવ્યા
પ્રસૂતિ સમયે તથા માતા મૃત્યુદરને અટકાવવા,અકસ્માત-કુદરતી આફત, શસ્ત્રક્રિયા, કેન્સર,થેલેસેમીયા, હિમોફીસીયા, સિકલસેલ વગેરે જેવા કિસ્સામાં લોહીની જરૂરિયાતને પહોંચી વળવા રકતદાન વિશે લોકજાગૃત્તિ જરૂરી
શહેરી વિસ્તાર ગ્રામ્ય વિસ્તાર, જાહેર સ્થળો, સ્ટેચ્યુ ઓફ યુનિટી સહિતના સ્થળો પર નર્મદા જિલ્લાના સ્થાનિકો પાસે સંકલ્પ પત્રો ભરાવવાની શરૂઆત,
રાજપીપળા : નર્મદા જિલ્લામાં રકતદાન વિશે લોકજાગૃત્તિ કેળવવાની સાથો સાથ રક્તદાતાઓની માહિતી એકત્ર કરીને તેના દ્વારા જિલ્લામાં એક ડેટાબેઝ તૈયાર કરવા અને તેના થકી નર્મદા જિલ્લામાં લોહીની જરૂરિયાતવાળા દર્દીઓને સરળતાથી જે તે ગૃપ મુજબનો લોહીનો જથ્થો ઉપલબ્ધ થઇ શકે તે માટે આજથી રાજપીપળા શહેરી વિસ્તાર સહિત નર્મદા જિલ્લાના સમગ્ર વિસ્તારમાં રક્તદાન સંકલ્પ અભિયાનનું જિલ્લા વિકાસ અધિકારી ડૉ. જીન્સી વિલીયમની પ્રેરક રાહબરી અને માર્ગદર્શન હેઠળ શરુઆત કરવામા આવી છે.
નર્મદા જિલ્લાની કુલ- ૬,૧૫,૪૧૨ ની વસ્તી પૈકી અંદાજે ૨,૪૬,૧૬૪ જેટલા નાગરિકોને આ રક્તદાન સંકલ્પ અભિયાન હેઠળ આવરી લેવાનો લક્ષ્યાંક છે. આરોગ્ય ખાતાના ડોક્ટર્સ સહિતની જુદી જુદી ટીમો આ સંદર્ભે જિલ્લાના વિવિધ ભાગોમા ફરી રક્તદાન વિશે લોક જાગૃતિ ફેલાવી લોકો પાસે સંકલ્પ પત્રો ભરવામાં આવી રહ્યા છે આ તમામને રક્તદાન કરવાના સંકલ્પ સાથે તે અંગેના શપથ પણ લેવડાવામા આવશે.
જિલ્લા વિકાસ અધિકારી ડૉ. જીન્સી વિલીયમે જણાવ્યું હતું કે કેન્દ્રિય નીતિ આયોગ દ્વારા મહાત્વાકાંક્ષી જિલ્લા તરીકે નર્મદા જિલ્લાની ઘોષણા કરાઇ છે.નીતિ આયોગનાં નિર્ધારિત પેરામીટર મુજબ જિલ્લામાં આરોગ્ય વિષયક સેવાઓ ક્ષેત્રે જરૂરી પૂર્તતા સાથે જિલ્લો આ દીશામાં અગ્રેસર રહે તે માટે પ્રસૂતિ સમયે તથા માતા મૃત્યુદરને અટકાવવા, અકસ્માત-કુદરતી આફત, શસ્ત્રક્રિયા, કેન્સર, થેલેસેમીયા, હિમોફીસીયા, સિકલસેલ વગેરે જેવા કિસ્સામાં લોહીની જરૂરિયાતને પહોંચી વળવા તથા દરદીઓને લાંબુ આયુષ્ય મળે તેવા આશયથી લોકોમાં રક્તદાન વિશેની લોક જાગૃત્તિ વધુ કેળવાય અને રક્તદાન કરવાનો આ વિસ્તારની પ્રજામાં જણાતો છુપો ભય દુર થાય અને રક્તદાન કરવાથી રક્તદાતાની સાથે લોકોને થતાં ફાયદા વિશે સાચી સમજ કેળવાય અને જુદા જુદા બ્લડ ગૃપ મુજબ રક્તનો જથ્થો ઉપલબ્ધ બને તેવો આશય આ અભિયાનનો રહેલો હોવાનું તેમણે ઉમેર્યું હતું.
ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





