નર્મદા જિલ્લા બજરંગ દળ દ્વારા પશ્ચિમી સંસ્કૃતિનો વિરોધ.

0
22

ભક્તો દ્વારા વર્ષના અંતિમ દિવસે હરસિદ્ધિમાતાજીના મંદિરે આવનારું વર્ષ સારું જાય એ માટે પ્રાર્થના

રાજપીપલના પ્રખ્યાત હરસિદ્ધિમાતાજીના મંદિરે તહેવારોમાં પણ અંધારપટ

રાજપીપળા : રાજપીપલા બજરંગ દળ દ્વારા 31 ડિસેમ્બરના દિવસે બજારમાંથી પગપાળા ચાલી હરસિદ્ધિમાતાજીના મંદિરે ધજા ચડાવી અને પશ્ચિમી સંસ્કૃતિનો વિરોધ સાથે તમામ યુવાનોને સંદેશો પાઠવ્યો હતો કે પશ્ચિમી સંસ્કૃતિને છોડી દારૂ જેવા નશીલા પદાર્થોનું સેવન કરવાનું છોડો પોતાનું અને પરિવારનું જીવન સાર્થક બનવો તથા ભારત દેશની સભ્યતા અને સંસ્કૃતિને ઓળખવા પ્રેરણા અપાઈ હતી

જયારે હરસિદ્ધિમાતાજીના મંદિરે મોટા પ્રમાણમાં ભતોની ભીડ જામી હતી છં ત્યાં દર્શના્થે આવતા ભક્તોની સલામતી અને સુરક્ષા માટે કોઈ ખાસ બંદોબસ્ત કે જરૂરી લાઇટિંગ ન હોય બજરંગ દળ દ્વારા વારંવાર રજુઆત કરવા છતાં આવા મોટા દિવસોમાં પણ અંધારપટ છવાયેલો રહેતા ભક્તો માં ભય જોવા મળે છે માટે નર્મદા જિલ્લા બજરંગ દળ દ્વારા હરસિદ્ધિમાતા મંદિરના કાર્યાલય માં જઈ ટ્રસ્ટીઓને મંદિરે આવનાર ભક્તોને યોગ્ય સુવિધા આપવા માટે રજુઆત કરવામાં આવી હતી અને જો ભવિષ્યમાં ભક્તોને આ સુવિધા આપવામાં નહી આવેતો નર્મદા જિલ્લા બજરંગ દળ વિશેષ કાર્યવાહી કરશે એવી વાત પણ કરી હતી

આ બાબતે નર્મદા જિલ્લા બજરંગ દળના સંયોજક જીતેન્દ્રસિંહ કઠવાડિયાએ જણાવ્યું કે ભારત દેશ સંસ્કૃતિ અને સભ્યતાનો દેશ છે ભારત દેશમાં જ્યારે નવું વર્ષ ઉજવાઈ ત્યારે સગા સંબંધીને ત્યાં જઈ શુભકામનાઓ પાઠવી વડીલોના આશીર્વાદ લેવામાં આવે છે જ્યારે આખા ભારત દેશમાં ઘણા સમયથી પશ્ચિમી સંસ્કૃતિનો રંગ લાગેલો છે જેને કારણે યુવાધન પશ્ચિમી સંસ્કૃતિનું નવું વર્ષ 31 ડિસેમ્બરના દિવસે ઉજવી દારૂ પી ડી.જે વગાડી પાર્ટી કરી નવા વર્ષ તરીકે ઉજવે છે, પશ્ચિમી સંસ્કૃતિનું નવું વર્ષ માત્ર નશામાંજ ઉજવવામાં આવે છે. ત્યારે આપણા આજના યુવાનોએ આ સંસ્કૃતિ છોડી જાગૃત થવું જોઈએ .

ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050

 

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY